છોટા ઉદેપુર જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા વિભાજન એકતરફી બદલી કેમ્પ યોજાયો, કલેકટર અને ડીડીઓ દ્વારા ઓર્ડર વિતરણ કરાયા

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

જિલ્લા શિક્ષણ સમિતિ છોટા ઉદેપુર દ્વારા આજરોજ છોટા ઉદેપુર તાલુકા શાળા નં ૧ માં જીલ્લા વિભાજન એક તરફી બદલી કેમ્પ યોજાયો હતો. છોટા ઉદેપુર જીલ્લા માં પ્રાથમિક માં ૧૪૪ તથા ઉચ્ચ પ્રાથમિક માં ૨૦૩ શિક્ષકો ની ઘટ છે. જે અન્વયે આજે જીલ્લા કલેકટર , જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન ની ઉપસ્થિતિ માં એકતરફી બદલી કેમ્પ નું આયોજન કરાયું હતું. જેમાં બીજાં જીલ્લા ઓ માંથી અરજી કરનાર તમામ શિક્ષકો ને બોલાવવા માં આવ્યાં હતાં અને તમામ ને સ્થળ પસંદગી કરાવી કેમ્પ માં જ જીલ્લા કલેકટર તેમજ જીલ્લા વિકાસ અધિકારી ના હસ્તે હુકમ પણ આપી દેવામાં આવ્યાં હતાં. અને હજૂ આવનાર ઉમેદવારો ને સ્થળ પસંદગી કરાવી તાત્કાલિક ઓર્ડર આપી દેવાશે તેમ પ્રાથમિક શિક્ષણાધિકારી ઈમરાન ભાઇ સોની એ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here