છોટા ઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની યોજનાનો લાભ લઈને ખેડૂતમિત્રોના જીવનધોરણમાં સકારાત્મક બદલાવ આવ્યો

ખેતીમાં ઓછા ખર્ચાળ ટપક સિંચાઈ-ફુવારા સહિત તકનીકનો ઉપયોગ ખેડૂતો માટે શ્રેષ્ઠ પર્યાય છે

છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે WDC PMKSY 2.0 અંતર્ગત જિલ્લાના ૩૫ ગામોના ખેડૂતોને અંદાજિત રૂ. ૭૬.૬૫ લાખના સાધનોનું વિતરણ કરાયુ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સહિતની અનેકવિધ યોજનાનો લાભ લેવા ખેડૂતમિત્રોને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનો અનુરોધ

છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટરશેડ કોમ્પોનેન્ટ 2.0) અંતર્ગત ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ખાતે ખેડૂતો માટે આયોજિત સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું કે, પ્રત્યેક ખેડૂત ખુશહાલ અને સમૃદ્ધ બને તેવા વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના કુલ 35 જેટલા ખેડૂતમિત્રોને કરવામાં આવેલા ખેતીવાડીના સાધન-સહાયનું વિતરણ સરકારશ્રી દ્વારા ખુબ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાંસદશ્રીએ વધુમાં ખેડૂતોને સરકારશ્રીની યોજનાકીય માહિતીથી પરિચિત થઈને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો ઉપલબ્ધ કરાવીને તેમની આવકમાં ઉત્તરોત્તર સુધારો લાવીને સૌ એક સાથે આગળ વધી રહ્યાં છે તેમ ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન વસાવાએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0 (વોટરશેડ કમ્પોનન્ટ) અંતર્ગત ગામોમાં પ્રોડકશન સીસ્ટમ અને માઇક્રોએન્ટરપ્રાઈઝ હેઠળ ખેતીવાડીના સાધનોનો વિતરણ સમારંભ કાર્યક્રમમાં સુખી અને ખુશહાલ જીવન માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ લેવા ખેડૂત મિત્રોને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ જળ સ્ત્રાવ પ્રોજેકટ ડાયરેકટરશ્રી એચ.એસ.પટેલે ખેડૂતમિત્રોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આજે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે અંદાજિત રૂ. ૭૬.૬૫ લાખના ખર્ચે કુલ ૩૫ ગામોના મીની કલ્ટીવેર ૩૩, લાર્જ કલ્ટીવેર ૨૦, મીની રોટાવેટર ૩૪, લાર્જ રોટાવેટર ૧૮, એમ.બી.પલાઉ ૧૩ અને સ્પે-પંપ ૨૬૩ એમ કુલ ૩૮૧ જેટલા ખેતીવાડીના સાધનો તેમજ પાક સુધારણ યંત્રોનું વિતરણ કરાયું હતું.

આ વેળાએ મીની કલ્ટીવેર અને મીની રોટાવેટર તેમજ સ્પ્રે-પંપના લાભાર્થીશ્રી સુરેશભાઈએ સરકારશ્રી અને જિલ્લા વહિવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસીંગભાઈ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખશ્રી માગતાભાઈ વસાવા, જિલ્લા-તાલુકા પંચાયત સમિતિના પ્રમુખશ્રી-સભ્યશ્રીઓ, જળસ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખશ્રી, સરપંચશ્રીઓ સહિત ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here