નર્મદા જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડધારકોને રેશનકાર્ડના લાભાર્થી તરીકે સમાવેશ કરાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાઈટ ટુ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ અનાજ મેળવવાના હકદાર

ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા નર્મદા જિલ્લાના અસંગઠિત/સ્થળાંતરિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, ફેરીયાઓ, ઘરેલુ કામદારો, સાગર ખેડુઓ, રીક્ષા ડ્રાઈવરો, દૂધ મંડળીના સભ્યો અને આવા અન્ય અસંગઠિત ક્ષેત્રે કામ કરતા રેશનકાર્ડના વંચિત શ્રમિકોને નવું રેશનકાર્ડ આપવા તેમજ રેશનકાર્ડ ધરાવે છે, પરંતુ રાહત દરે મળતા રેશનની યોજનાના લાભથી વંચિત હોય તેવા અસંગઠિત શ્રમિકો પૈકી પાત્રતા ધરાવતા શ્રમિકોને એન.એફ.એસ.એ. હેઠળ સમાવેશ કરવા માટેની ઝુંબેશ હાથ ધરાયેલી છે.

નવા રેશનકાર્ડ મેળવવા અથવા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળ સમાવેશ થવા માટે અરજી કરવા, વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે નાંદોદ તાલુકા મામલતદાર કચેરીના ૯૦૩૩૩૯૯૫૮૭ નંબર પર સંપર્ક કરી શકશે. વધુમાં ૭૦૬૯૫૪૪૧૮૭ ઉપર ગરૂડેશ્વર, ૮૪૦૧૪૧૧૩૩૫ ઉપર તિલકવાડા, ૦૨૬૪૯-૨૩૪૫૦૪ અને ૭૫૬૭૦૦૪૫૨૦ ઉપર દેડિયાપાડા અને ૦૨૬૪૯-૨૫૫૦૮૮ નંબર ઉપર સાગબારા મામલતદાર કચેરીના સંપર્ક કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here