છોટાઉદેપુર NH 56 નંબર પર જબુગામ પાસેનું સાંકડું નાળુ જોખમરૂપ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાનો નેશનલ હાઈવે 56 ઉપર રોજના હજારો વાહન અવરજવર કરતા હોય છે ત્યારે જબુગામ પાસે આવેલ એક સાંકડું નાળુ જોખમ રૂપે સાબિત થયેલ છે વારવાર અકસ્માત થતા આ નાળુ ક્યારે મોટું બનાવશે તેવી લોકોની માંગ છે જબુગામ રોડ સારો બની ગયા હોવાથી હવે વાહન ચાલકોની સ્પીડ પણ વધી ગઈ હોવાથી સામે સામે વાહન આવી જતા ક્યારેક અકસ્માત થવાનો ભય છે મધ્યપ્રદેશને જોડાતો પણ આ રોડ છે અને છોટાઉદેપુર જિલ્લો એટલે રેતી નો હબ ગણાતો ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં રોડ ઉપર અધિકારીઓ અવરજવર કરતા હોય છે ત્યારે આ સાકળુ નાળુ ધ્યાનમાં આવતું નહીં હોય એવું પણ પ્રજામાં મુખે જણાય છે હવે આ જોખમરૂપી નાળુ નવુ બનાવવા સરકારી તંત્ર ક્યારે જાગશે…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here