જીંદગી જીવ દયા અભિયાનના પ્રણેતા એવા સુરતના દિપ મહેતાને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવે છે ત્યારે ગુજરાતના લગભગ નવયુવાનો પતંગ અને દોરાની રમતમાં ગુંચવાઈને પોતાની અગાસીઓ પર પેચ લડાવતા નજરે પડે છે, અને તેઓની આ ખેંચાખેચીમાં એટલે કે પતંગ અને દોરાની રમતમાં અનેક મૂંગા પક્ષીઓ ઘાયલ બની જતા હોય છે.. આ સમયે સુરતનો એક નવયુવાન પોતાની ટીમ સાથે જિંદગી જીવ દયા અભિયાનના બેનર હેઠળ નિર્દોષ પક્ષીઓની સારવાર કરવા માટે રોડ રસ્તા પર ઉતરી પડતો હોય છે… જેથી જીવ દયા પ્રેમીઓ એ નવયુવાનને સુરતની મુરત તરીકેનો ખિતાબ આપી માનભેર આવકારતા હોય છે માટે દિપ મહેતાની શબ્દો થકી ઓળખાણ આપવી અઘરી બાબત લેખશે… તેમછતાં દર વર્ષે જ્યારે દિપ મહેતાનો જન્મ દિવસ આવે છે ત્યારે તેઓને જન્મ દિવસની શુભેચ્છા રૂપે બે શબ્દો લખવા મારી કલમ મજબુર બની જાય છે.. કારણ કે આજના આ સ્વાર્થી યુગમાં એક માનવી બીજા માનવી પ્રત્યે જરા પણ દયાભાવ રાખવા રાજી નથી, આવા કપરા સમયમાં એક નવયુવાને અબોલા પક્ષીઓની ફિકર ચિંતામાં ભૂખ્યો-તરસ્યો રહી જિંદગી જીવ દયા અભિયાનને સાર્થક કરી બતાવ્યો છે.
દિપ મહેતાના આવા આવકાર દાયક સેવાકીય કાર્યને દિલથી સલામ કરી કલમ ની સરકાર પરિવાર તેઓને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here