છોટાઉદેપુર નગરમાં ગંદકીથી ખદબદતું કુસુમસગાર, નગરજનો મચ્છરો અને દુર્ગંધના ત્રાસથી પરેશાન

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

નગરની માધ્યમ આવેલુ કુસુમસગાર તળાવ ની અંદર નફ્ફટ વેલો છેલ્લા ચાર વર્ષથી ઊગી નીકળી છે. જેના કારણે તળાવે પોતાની સોંન્દર્યતા ગુમાવી દીધી છે. અને તળાવમાંથી પાણીની દુર્ગંધ ખૂબ આવી રહી છે. જેના કારણે તળાવ કિનારે રહેતા રહીશો ત્રાસી ગયા છે. એક તરફ મચ્છરનો ઉપદ્રવ બીજી તરફ નફ્ફટ વેલોનું સામ્રાજ્ય અને ગંદુ પાણીને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી. છે. પ્રજાની રજૂઆતોને ધ્યાને લઇ પાલિકા દ્વારા રૂ 3 કરોડ 25 લાખના ખર્ચે તળાવનું બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે. જે છેલ્લા ત્રણ બે માસથી બંધ હોય જેના સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે નગરની શોભા ગણવામાં આવતું કુસુમસગર તળાવ હાલ ગંદકીને કારણે સોંન્દર્યતા ગુમાવી દીધી છે. વારંવાર ઉગી નીકળતી વેલોને દૂર કરવા માં તંત્રની નિષ્ફળતા જોવા મળતી હોય તેમ લાગી રહ્યું છે
છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલું કુસુમ સાગર તળાવ ની ફરતે વોકિંગ ટ્રેક વોલ તથા તળાવની સૌંદર્યતા વધારવા માટે અંદાજે રૂપિયા 3 કરોડ 25 લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે છેલ્લા બે માસ જેવા સમયથી બંધ હોય જે કયા કારણથી બંધ કરવામાં આવી તે અંગે પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અધૂરું તળાવનું કામ ક્યારે પૂર્ણ થશે તે માટે પ્રજા રાહ જોઈને બેઠી છે સાથે સાથે તળાવની અંદર ગંદકીના કારણે મચ્છર અને દુર્ગંધ નો ભોગ પ્રજાએ બનવું પડે છે પવનની લહેરો સાથે તળાવના ગંદા પાણી માંથી અસહ્ય દુર્ગંધ તળાવમાં થી આવી રહી છે તળાવ કિનારે રહેતા રહીશો આ અંગે ઘણી ફરિયાદો પણ કરી રહ્યા છે. પરંતુ વર્ષોથી આ રજૂઆતો કોઈ સાંભળતું નથી
ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ અગાઉ તળાવની સફાઈ અંગે ₹18 લાખ પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ પરિસ્થિતિ જેસે થે તેવી છે હવે પ્રશ્ન એ ઉઠ્યો છે કે તળાવની સાફ-સફાઈ પહેલા કરવી કે રીનોવેશન બ્યુટીફિકેશન પહેલા કરવું બ્યુટીફિકેશન થયા પછી તળાવની નફ્ફટ વેલો કઈ રીતના સાફ કરવામાં આવશે એ પણ પ્રજામાં ચર્ચાઓ ચાલી રહી છે નગરમાં રાજવી પરિવાર દ્વારા બનાવવામાં આવેલો કુસુમ સાગર તળાવનો વહીવટ હાલ નગરપાલિકાના હાથમાં હોય પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તળાવ અંગે કોઈ ઠોસ પગલાં અને કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નગરમાં રોષ જોવા મળી રહ્યો છે તળાવ કિનારે રાત્રિના સમયે અવરજવર કરતા રહીશો વાહન લઈને અવરજવર કરતા રાહદારીઓને તળાવ ના પાણીને ગંદી દુર્ગંધ સહન કરવી પડે છે જ્યારે કિનારા પર રહેતા રહીશો અને મચ્છરો કરડવાની અને મચ્છરોથી થતા ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવી બીમારીઓ થવાનો પણ ડર રહેલો છે

છોટાઉદેપુર નગરપાલિકા ના ઇજનેર ફરાઝભાઈ મકરાણી ને પૂછતા જણાવ્યું હતું કે તળાવની બ્યુટીફિકેશનની કામગીરી અંગેનું કામ ત્રણ દિવસની અંદર શરૂ કરી દેવામાં આવશે જ્યારે તળાવની ગંદકી અને ઊગી નીકળેલી નફ્ફટવેલ ને સાફ કરવી અને તળાવમાં નું ગંદુ પાણી બહાર કાઢી તળાવ ઊંડું કરવો જે અંગેની કામગીરી કરવા નવા એજન્ડામાં રૂપિયા ૧ કરોડ ૫૫ લાખના ખર્ચ બાબતેની ફાઇલ બનાવી એસ્ટીમેન્ટ મૂકવામાં આવ્યું છે જે જેને મંજૂરી મળતા તળાવ ની સાફ-સફાઈ અંગેની અને તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને નગરની સમસ્યાનો કાયમી નિકાલ થશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here