છોટાઉદેપુર નગરમાં ગટરો ઉભરવાની સમસ્યા સામાન્ય બની, ફારસ રૂપ સાબિત થયેલી ભૂગર્ભ ગટર યોજનાથી પ્રજા ત્રાહિમામ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર માં આવેલ વોર્ડ નં ૩ માં નટવરપુરા વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટર ની લાઇનો ઉભરાતા પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિના થી ગટરો ઉભરાઈ રહી છે. જ્યારે સ્થાનીક રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.ઉભરાતી ગટરો નું ગંદું દુર્ગંધ મારતું પાણી અને કચરો બહાર આવતા મચ્છર તથા અન્ય જીવ જંતુઓનો ત્રાસ પણ વધી ગયો છે જ્યારે ભૂગર્ભ ગટર યોજના ફારસ રૂપ સાબિત થઈ હોય તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે સાફ સફાઈ કરવામાં તંત્રનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યુ છે. અન્ય અસહ્ય દુર્ગંધ નો સામનો પ્રજાએ કરવો પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ થી ૨૦૨૦ ના સમય ગાળા દરમિયાન છોટા ઉદેપુર નગર માં અમલમાં મુકવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના ફારસ રૂપ સાબિત થઈ છે. ઘણા વિસ્તારોમાં ગટર ના ઢાંકણા તૂટેલી હાલતમાં તેમજ ઘણાં વિસ્તારમાં ગટરો ઉભરાયેલી જોવા મળી રહી છે. ત્રણ મહિનાથી મહુડી ફળિયા વિસ્તારમાં ગટરો ઉભરાઇ રહી છે. જ્યારે હાલમાં 25 દિવસથી નટવરપુરા વિસ્તારમાં ગટરો ઉભરાતી જોવા મળે છે. પરંતુ તંત્ર પાસે આ સફાઈ કરાવવા સમય નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂગર્ભ ગટર માટે પંપીંગ ની મશીનરી તથા અન્ય મશીનરી છેલ્લાં ત્રણ ચાર મહિનાથી બગડેલી હાલતમાં પડી છે. જયારે રીપેરીંગ કામ ગેરેજમાં કરાવવા જાય તો થતું નથી. વહીવટમાં કંઈ પાતળું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હાલ ના નગર પાલિકા ના રેગ્યુલર ચીફ ઓફિસર ૪૫ દિવસની ટ્રેનિંગ માં ગયા હોય નગરનો વહીવટ રામભરોસે ચાલતો હોય તેવી લોકો ફરીયાદ કરી રહ્યા છે .
છોટા ઉદેપુર નગર પાલિકા ના બોર્ડ ની પાંચ વર્ષ ની મુદત પૂર્ણ થતાં હાલ છેલ્લાં દસ મહીના થી વહીવટદાર નું શાસન હોય જ્યારે સદર ભૂગર્ભ ગટર ની સમસ્યા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં ચોક્કસ કોઇ સમાધાન થતું નથી. પૂર્વ સભ્યો પણ આ અંગે રજૂઆતો કરી કરી થાકી ગયા છે. હાલના ઇન્ચાર્જ ચીફ ઓફિસર આ બાબતે કાળજી લઈ પ્રજાની સમસ્યા અંગે પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

છોટા ઉદેપુર નગર પાલિકા ના પુર્વ ઉપ્ પ્રમૂખ અને સભ્ય જાકીરભાઇ દડી એ જણાવ્યુ હતુકે છેલ્લાં ઘણા સમય થી અમારા વોર્ડમાં ભૂગર્ભ ગટર ની સમસ્યા નું કોઇ નિરાકરણ આવતું નથી. જુદી જુદી જગ્યાઓ ઉપર ગટરો ઉભરાઈ રહી છે. વારંવાર ગટરો ઉભરાતા ભારે દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડે છે. પાલિકામાં ફરીયાદ કરતાં ભૂગર્ભ ગટર પંપીગ ના સાધનો બગડેલા હોય તેવા ઉત્તર મળી રહયા છે. ત્રણ માસ ઉપરાંત થી સાધનો રીપેર થઈ રહ્યા નથી જેનો ભોગ પ્રજાએ બનવું પડે છે. રેગ્યુલર ચીફ ઓફિસર ટ્રેનિંગ માં હોય ત્યારે પ્રજા રામભરોસે ચાલી રહી છે. પ્રજાની સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે તેમ જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here