નર્મદા જિલ્લા પંચાયત ખાતે તંત્ર સાથે પિરામલ ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ઈ. નાયબ જિલ્લા વિકાસ અધિકારી જયેશ પટેલે પિરામલ ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયેલા મંતવ્યોને બિરદાવ્યા

જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સાથે પણ હાયપર લોકલ એન.જી.ઓ વર્કશોપ અંગે રોડમેપની ચર્ચા કરાઈ

પ્રજાલક્ષી હિત અને વિકાસને વધુ વેગ આપવા “તંત્ર” સાથે પિરામલ ફાઉન્ડેશન બની રહ્યું છે સેતુરૂપ

નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલની અધ્યક્ષતામાં પિરામલ ફાઉન્ડેશનની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગો સહિત ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાં પ્રજા અને વિકાસલક્ષી કામગીરી કરવા અંગેનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.

પિરામલ ફાઉન્ડેશનના નર્મદા જિલ્લાના અગ્રણી સુશ્રી નજમાબેન કેશવાણી દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સસ્ટેનીબિલીટી ક્ષેત્રે મજબૂત અને ગુણવત્તાલક્ષી કામગીરી કરવા સહિત કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામિણ વિસ્તાર સુધી પહોંચાડી લોકકલ્યાણનાં ઉમદા આશયને સાર્થક કરવા માટેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જયેશ પટેલે પણ ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા લોક ભાગીદારીના આ ભગીરથ કાર્યને બિરદાવીને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. ફાઉન્ડેશનની કામગીરી વધુ વેગવાન બને તે માટે બેઝ લાઈનથી કામગીરી કરનાર વોલેન્ટિયર્સને પ્રમાણપત્ર સાથે આર્થિક પ્રોત્સાહન આપવાનો વિચાર પણ જયેશ પટેલે ફાઉન્ડેશન ટીમ સમક્ષ રજુ કર્યો હતો. જે બાદ તેમના મંતવ્યને ફાઉન્ડેશન દ્વારા અનુમોદન મળ્યું હતું.

આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર ક્રિષ્નાબેન પટેલ, વાસ્મોના કાર્યપાલક ઇજનેર વિનોદ પટેલે પણ ફાઉન્ડેશનના આગામી આયોજનને પ્રોત્સાહિત કરીને સમર્થનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પિરામલ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે સાથે પણ બેઠક યોજીને આગામી સમયમાં હાયપર લોકલ એન.જી.ઓ. વર્કશોપનું આયોજન કરવા અંગેના રોડમેપની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંશોધન અધિકારી એ.આર.શેખ પણ હાજર રહ્યાં હતા.

કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, ડીડીઓ અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહિવટીતંત્રના સક્રિય અને સતત કામગીરીથી જિલ્લાના વિકાસને ગતિ મળી રહી છે. ત્યારે આ વિકાસધારામાં નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ પિરામલ ફાઉન્ડેશન જિલ્લા વહિવટીતંત્રની રાહબરી હેઠળ શિક્ષણ, આરોગ્ય અને સસ્ટેનીબિલીટી ક્ષેત્રે સહાયરૂપ કામગીરી કરી રહ્યું છે.

આ બેઠકમાં સેન્ટર ઓફ એક્સિલન્સ (એનઆ બેઠકમાં સેન્ટર ઓફ એક્સિલન્સ (એનજીઓ)ના શ્રીમતી ગુંજનબેન શર્મા, પ્રોગ્રામ લીડર સંતોષ સાવનેર અને સુરેશ વસાવા સહિત ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here