સિદ્ધપુર હાઈવે પરથી શંકાસ્પદ હિલચાલ કરતો યુવક ઝડપાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર પોલીસને હાઈવે ના સુજાણપુર નજીક આવેલ લખે દા ઢાબા નજીક પડેલી ટ્રકોની આડ માં છુપાઈને કોઈ કોંગીઝેબલ ગુનો કરવાના ઈરાદે લુપાતો-છુપાતો યુવક મળી આવ્યો હતો.સિદ્ધપુર પોલીસ સ્ટેશન હે.કો. બળવંતસિંહ રાજપૂત અને પોલીસ સ્ટાફના નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે મોડી રાત્રે ૩ થી ૪ ના અરસામાં એક યુવક શંકાસ્પદ હિલચાલ કરતો જણાઈ આવતા પોલીસના માણસોએ વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિષ્ણુજી લક્ષ્મણજી વાઘેલા (દરબાર),ઉ.વ.૨૩,રહે. પાલનપુર જામપુર પ્રા. શાળાની બાજુમાં વાળા હોવાનું જણાવ્યું હતું.જોકે તેની ઝડતી લેતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. સિદ્ધપુર પોલીસે આ ઈસમ વિરુદ્ધ જી.પી. એકટ ૧૨૨(સી)મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here