છોટાઉદેપુર જિલ્લા કોર્ટમાં આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા માટે અરજીઓ મંગાવી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા કોર્ટમા કાયદા વિભાગના પરિપત્રના આધારે સરકારશ્રીએ કુલ બે આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભરવા માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે. આ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટમાં બે આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભરવા માટે સને-૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ -૨૪(૪) મુજબ તથા સરકારશ્રીના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ-૫(૨) મુજબ પેનલ તૈયાર કરવાની રહેશે. આથી, કાયદા અધિકારી (નિમણૂંક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ-૫(૨)થી ઠરાવેલ જોગવાઈ અનુસાર નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેઓ જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોય, તેઓ ૫૫ (પંચાવન) વર્ષથી વધુ ઉંમરના ન હોય અને તેઓ પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વેની મુદ્દત માટે આવકવેરા કરદાતા હોય. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ અત્રેની કચેરીની વેબસાઈટ https://chhotaudepur.gujarat.gov.in तथा https://chhotaudepur.nic.in ડાઉનલોડ કરી સંપુર્ણ વિગતો ભરીને જન્મતારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પરથી પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રીટર્ન સામેલ રાખીને અરજી ફોર્મ રજિસ્ટર્ડ એડી. દ્વારા જ આ કચેરીને મોડામાં મોડા તા.૨૩/૦૧/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. ઉક્ત ઉમેદવારોની પસંદગી બાદ ઉક્ત જગ્યાએ ઉપર નિમણુંક પામનાર ઉમેદવારને ધી ગુજરાત લૉ ઑફિસર્સ એપોઈન્ટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ રૂલ્સ-૨૦૦૯ મુજબ ફી તેમજ અન્ય ભથ્થાં મળશે. ઉમેદવારોને આ બાબતે જ્યારે ઈન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here