આગામી બકરી ઈદના ત્યોહારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

આગામી તારીખ 21 ના રોજ આવનારી બકરી ઈદના ત્યોહાર ને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ અને નગરના આગેવાનો વચ્ચે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

કેવડીયા વિભાગના C.P.I ડી બી શુક્લા ના માર્ગદર્શન હેઠળ તિલકવાડા પોલીસના P.S.I એમ બી વસાવાની નિગરાનીમાં અને તિલકવાડા પોલીસના P.S.I સી એમ ગામીત ની દેખરેખ હેઠળ તિલકવાડા પોલીસ મથકે નગરના આગેવાનો અને તિલકવાડા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ મથકે યોજાયેલી આ બેઠકમાં આગામી સમયમાં આવનાર બકરી ઈદના ત્યોહાર અને આવનાર દરેક દરેક ત્યોહાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને આ ત્યોહારો માં કોઇપણ પ્રકાર ના અનિચ્છનીય બનાવ ન બને અને દરેક ધર્મના લોકો એકબીજા સાથે ભાઈચારા સાથે ઉત્સવ મનાવે અને આ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વ્યક્તિ પોલિસ ને પૂરેપૂરો સહકાર આપે તે માટે તિલકવાડા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો.

કેવડીયા વિભાગના C.P.I ડી.બી શુક્લા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આગામી સમયમાં આવનાર બકરી ઈદના ત્યોહાર અને આવનાર દરેક તહેવારો ને ધ્યાન માં રાખી ને તિલકવાડા પોલીસ મથકે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને તિલકવાડા નગરના આગેવાનો વડીલો અને નગરજનો સાથે તિલકવાડા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં આવનાર ત્યોહારો શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન થાય અને આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને દરેક વ્યક્તિ પોલિસ મિત્રો ને પૂરેપૂરો સહકાર આપે તે માટે તેઓએ અપીલ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here