છોટાઉદેપુર જિલ્લામાં તા. ૩૦ માર્ચના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાનના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

જિલ્લાના ૧૫,૯૧૯ પરિક્ષાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તથા ૧૩,૧૩૬ પરિક્ષાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપશે

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૩૦/૦૩/૨૦૨૩ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાનાર છે.

તા. ૩૦/૦૩/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ થી ૧૩-૦૦ કલાક દરમિયાન યોજાનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બોડેલી તાલુકાના ૨,૨૪૨ પરિક્ષાર્થીઓ ૭ કેન્દ્રો પરથી, છોટાઉદેપુર તાલુકાના ૩,૮૩૪ પરિક્ષાર્થીઓ ૧૩ કેન્દ્રો પરથી, જેતપુરપાવી તાલુકાના ૨,૭૧૩ પરિક્ષાર્થીઓ ૮ કેન્દ્રો પરથી, કવાંટ તાલુકાના ૩,૩૫૭ પરિક્ષાર્થીઓ ૧૧ કેન્દ્રો પરથી, નસવાડી તાલુકાના ૨,૨૨૦ પરિક્ષાર્થીઓ ૮ કેન્દ્રો પરથી તથા સંખેડા તાલુકાના ૧,૫૫૩ પરિક્ષાર્થીઓ ૫ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે.

બપોર બાદ ૧૫-૦૦ થી ૧૭-૩૦ કલાક દરમિયાન યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં બોડેલી તાલુકાના ૨,૧૪૯ પરિક્ષાર્થીઓ ૭ કેન્દ્રો પરથી, છોટાઉદેપુર તાલુકાના ૩,૧૦૭ પરિક્ષાર્થીઓ ૧૧ કેન્દ્રો પરથી, જેતપુરપાવી તાલુકાના ૨,૨૯૫ પરિક્ષાર્થીઓ ૭ કેન્દ્રો પરથી, કવાંટ તાલુકાના ૨,૮૧૧ પરિક્ષાર્થીઓ ૧૦ કેન્દ્રો પરથી, નસવાડી તાલુકાના ૧,૭૦૨ પરિક્ષાર્થીઓ ૭ કેન્દ્રો પરથી તથા સંખેડા તાલુકાના ૧,૦૭૨ પરિક્ષાર્થીઓ ૪ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે.

આમ, જિલ્લાના ૧૫,૯૧૯ પરિક્ષાર્થીઓ ૫૨ કેન્દ્રો ઉપરથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તથા ૧૩,૧૩૬ પરિક્ષાર્થીઓ ૪૬ કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપનાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here