ગોધરા : પોપટપુરાના શ્રી ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થી લઈને શ્રધ્ધાળુઓ ભારે સંખ્યામાં દર્શન માટે ઉમટ્યાં

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

ગણેશ ચર્તુથીના પવિત્ર પર્વમાં પંચમહાલ જીલ્લામાં આવેલુ પોપટપુરા ગામનુ ગણેશ મંદિર ભકતો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે . આ ગણેશ મંદિરનુ અનોખુ મહાત્મય છે . અહીં સ્વંભુ ગણેશજીની મુર્તિ પ્રકટ થયેલી છે , જે લગભગ 500 વર્ષ જૂની હોવાનુ માનવામાં આવે છે . ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ -વડોદરા હાઈવે માર્ગને અડીને આવેલુ ગણેશ મંદિર ખુબજ પ્રચલીત છે . અહીં લગભગ 500 વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશજીની મુર્તિ નીકળી . હાલ ભકતોની સહાયથી જ અહી મંદિર બનાવામાં આવ્યુ છે કહેવાય છે અહી દાદા ગણેશ ભકતોની દરેક ઇચ્છા પુરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here