છોટાઉદેપુર જિલ્લાની સેન્સ પ્રક્રિયા શરૂ એક બેઠક પર પ્રથમ વાર ૨૭ ઉમેદવારો ની દાવેદારી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપા દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજ રોજ છોટાઉદેપુર જિલ્લાની જેતપુરપાવી અને સંખેડા વિધાનસભા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપા તરફથી કોણ ઉમેદવાર હોઈ શકે તે માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં નિરીક્ષક તરીકે ભાજપાના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ ભાઈ પટેલ, અમિત ભાઈ ઠાકર આણંદ જિલ્લા પ્રભારી અને દર્શના બેન વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે. પાવીજેતપુર ના કલારાણી ખાતે ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જે વ્યક્તિ ઉમેદવારી કરી રહ્યા છે તેની તમામ પ્રકારની માહિતી મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. સમાજમાં તેનું નામ. સામાજિક કામ અને તમામ મુદ્દા અને વિગતો સાથેની નોંધ લેવામાં આવી રહી છે.

ભાજપ માંથી ટિકિટ મેળવવા છોટાઉદેપુર જિલ્લા ની ત્રણે બેઠકો માટે મોટી સંખ્યા માં દાવેદારો સાથે સમર્થકો હાજર રહ્યા હતાં.

ભારતીય જનતા પાર્ટીમાં મોદી હે તો મુમકિન હૈ ના સૂત્ર સાથે લોકસભાના ઇલેક્શનમાં ગીતાબેન ને મૂકી દેતા આશ્ચર્યજનક સાંસદ ચૂંટાયા હતા તેવી જ રીતે આ વખત છોટાઉદેપુર વિધાનસભા ૧૩૭ માં મહિલા ઉમેદવારની પ્રથમ પસંદગી છે. તેવું મતદારોમાં દેખાઈ રહ્યું છે. તેવા તરીકે ઉર્મિલાબેન મનસુખભાઈ રાઠવા બોરકુંડા ગામ એમને પણ આ વખતે ટિકિટ ની માંગ કરીછે.

જિલ્લામાં ત્રણ વિધાન સભા બેઠક આવેલ છે. જેમાંથી છોટાઉદેપુર અને પાવીજેતપુર બે કોંગ્રેસ પાસે છે. અને સંખેડા બેઠક એક ભાજપ ના પાસે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here