સફળ આંદોલનકારી અને યુવાનેતા ભેમાભાઈ ચૌધરીની સેવાકીય અને સરાહનીય કામગીરીની ચર્ચાઓ…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સફળ આંદોલનકારી અને યુવાનેતા ભેમાભાઈ ચૌધરીની સેવાકીય પ્રવૃતિની નોંધ લેવામાં આવી રહી છે સરાહનીય કામની પ્રસંશા કરવામાં આવી રહી છે

સફળ આંદોલન અને સેવાકીય પ્રવૃત્તિઓની ગુજરાતમાં જ્યારે જ્યારે વાત આવે ત્યારે ભેમાભાઈ ચૌધરીનો ચહેરો તમામ ગુજરાતીઓની સમક્ષ આવે. આંદોલનકારી ભેમાભાઈ છેલ્લા 13 વર્ષથી ગુજરાતમાં યુવાનો માટે, ખેડૂતો માટે, કર્મચારીઓ માટે, આશા અને આંગણવાડી બહેનો માટે હરહંમેશ અવાજ ઉઠાવતા આવ્યા છે અને માત્ર અવાજ નહી પરંતુ પરિણામ સુધી લડત ચલાવી લોકોને એમનો હક્ક પણ અપાવ્યો છે. ભેમાભાઈ ચૌધરીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના નાનકડા એવા જસરા ગામમાં થયો છે. એમની સેવાકીય પ્રવૃત્તિઓની શરૂવાત તેઓ જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર નીકળ્યા ત્યારે થઇ હતી. ભેમાભાઈ ચૌધરી સૌપ્રથમ RSS સાથે જોડાઈ ને ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ કરેલ જેવી કે કચ્છ ભૂકંપ હોય, સુરત અને વડોદરા પુર હોનારત હોય ત્યાં સેવામાં હરહમેંશા અગ્રેસર હોય છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ ના વિરુદ્ધમાં આંદોલન ચલાવવામાં આવ્યું. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો સામે લડત ચલાવી કડક કાર્યવાહી કરાવેલ. ત્યારબાદ ફિક્સ કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી ,આશા અને આંગણવાડી કર્મચારી માટે લડત ચલાવી મોટી સંખ્યામાં યુવાનોને એમનો હક્ક અપાવ્યો, ત્યારબાદ ઇકોઝોન માટે, ખેડૂતોની અન્ય માંગણીઓ, કેનાલમાં પાણી છોડાવવા બાબતે, ખાતર બિયારણ કાળા બજારી માટે, પાક વીમાના વળતર માટે, પશુપાલકો માટે પડતી હાલાકી બાબતે અવનવર આવાજ તેમજ આંદોલન ચલાવવામાં આવ્યા તથા અનેક વાર લડત ચલાવી. બેરોજગાર યુવાનો માટે ગુજરાતમાં અવાજ ઉઠાવ્યો, GPSC ફ્રી કલાસ ચલાવવામાં આવ્યા, આમ આંદોલનના માર્ગે ગુજરાતના તમામ વર્ગના લોકોનું નેતૃત્વ કરી ન્યાય તો અપાવ્યો પરંતુ સાથે સાથે એમણે એમના એક પણ આંદોલનમાં સરકારી સંપતિને નુકશાન ના પહોચે અને રાષ્ટપ્રેમના દર્શન પણ કરાવ્યા એ ખૂબ જ મહત્વની બાબત છે.
માત્ર આંદોલન જ નહિ પરંતુ સેવાકીય પ્રવૃત્તિમાં પણ ભેમાભાઈ ચૌધરી પાછળ રહ્યા નથી, ગુજરાતમાં જ્યારે જ્યારે આફત આવી ત્યારે પણ ભેમાભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા ખૂબ મોટાપાયે સેવાકાર્ય કરવામાં આવ્યા, કચ્છ ભૂકંપ, સુરત વડોદરા બનાસકાંઠા પુર હોનારતમાં એમની સંપૂર્ણ ટીમ સેવાકાર્યમાં લાગી ગઈ હતી તેમજ કોરોનાનાં કપરા કાળમાં પણ ભેમાભાઈ ચૌધરી દ્વારા અને એમની ટીમ દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવવી, ઓકસીઝન ના બાટલાનું વિતરણ કરાવ્યુ તથા જરૂર પડ્યે જાતે જઈ ભરાવી લાવી આપ્યા, સમયે સમયે માર્ગદર્શન કેમ્પ યોજાઇ અનેક સેવાકીય કાર્ય કરી પોતાની ફરજ અદા કરી અને સાથે સાથે તાજેતરમાં ગુજરાતમા આવેલ તાઉતે વાવાઝોડા માં અસરગ્રસ્ત લોકો માટે રાશન કીટ મોકલી અસરગ્રસ્ત લોકોની એમના દ્વારા સેવા કરવામાં આવી રહી છે. ત્યારે લાંબા સમય બાદ સફળ આંદોલનકારી અને યુવા નેતા ભેમાભાઈ ચૌધરી અત્યારે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી પણ વહન કરી રહ્યા છે. આ તમામ કામોની નોંધ પ્રબુદ્ધ નાગરિકો દ્વારા નોંધ લેવામાં આવી અને તેમનું જાહેર માં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here