સમસ્ત બ્રહ્મ સમાજ અરવલ્લી જીલ્લા દ્વારા શરદપૂર્ણિમાની ધમાકેદાર ઉજવણી કરાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા નગર માં વસતા ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા, ગોમતીવાડ, ઔદીચ્ય સહસ્ત્ર, તપોધન, શ્રીમાળી, ઔદુમ્બર અને નાગર વિવિધ પેટા ગોળ ના બ્રાહ્મણો એ શરદપૂનમ ની સૌ ભેગા મળી ઉજવણી કરી હતી સમસ્ત બ્રહ્મ સમાજ મોડાસા પ્રદેશ અરવલ્લી ના હોદ્દેદારો દ્વારા સામાજિક એકતા માટે શરદપૂર્ણિમા ના ઉત્સવ નું આયોજન સંસ્કૃત પાઠશાળા માં ગરબા અને અલ્પાહાર સાથે કરવામા આવ્યુ હતુ ધી બ્રહ્મર્ષિ ક્રેડિટ સોસાયટી લી, ધી એકલિંગજી ક્રેડિટ સોસાયટી તથા સાઈવિલા ગ્રુપના અમૂલ્ય સહકાર અને સમાજ ના સૌ પરિવારોએ સમરસતા થી ઉજવણી કરી હતી કાર્યક્રમ ની શરુઆત ભગવાન પરશુરામ તેમજ મા અંબાની ની આરતી કરી હતી બંને ક્રેડિટ કો.સો ના ચેરમેન શ્રીઓ , સાઈ વીલા ના પ્રાયોજક અનૂ વિવિધ ગોળ ના પ્રમુખશ્રીઓ તથા હાજર સૌએ આરતી નો લાભ લીધો હતો. ડી.જે તાલે સૌ ભાઈ બહેનો ગરબે રમી રમઝટ માણી હતી હાજર સૌએ દૂધ પૌઆ અને અલ્પાહાર લીધો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ અરવલ્લી ના વિવિધ ગોળ ના પ્રમુખશ્રીઓ એ કાર્યક્રમ ના સફળ આયોજન બદલ આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્ય મા આવા સફળ આયોજન થાય એવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ ના અંતે આયોજકોએ મુખ્ય દાતાશ્રીઓ, સમાજના સૌ અગ્રણીઓ અને બ્રહ્મ સમાજ ના હાજર સૌ વડીલબંધુઓ ભાઈઓ બહેનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here