પંચમહાલ જીલ્લામાં કોવિડ-૧૯ વેક્સીનેસન માટે જીલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ મીટીંગ યોજાઈ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા અને આયોજન હેતુ જીલ્લા કક્ષાના તમામ વિભાગના અધિકારીશ્રીઓની જીલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ મીટીંગ યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓના સર્વેની સમીક્ષા અંગે, ૫૦ વર્ષથી નીચેના વ્યક્તિઓ (કોમોરબીડ)નો સર્વે વ્યવસ્થિત થાય તે બાબતે ધ્યાન રાખવા સૂચના આપી હતી. RTPCR ટેસ્ટની સમીક્ષા અને ટેસ્ટ વધારવા માટેનું આયોજન કરવા, કોન્ટેક્ટ ટ્રેસીંગમાં વધારો કરવા, એન્ટીજન ટેસ્ટની એન્ટ્રી સમયમર્યાદામાં પૂર્ણ કરવા, ટાર્ગેટ મુજબ સર્વેની કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. કોવિડ-૧૯ રસીકરણ માટે PHC લેવલની પ્રાથમિક તૈયારીઓ એડવાન્સમાં પૂર્ણ કરવા, કોવિડ-૧૯ વેક્સીનેસન કામગીરી માટે વેઇટીંગ રૂમ મોટો અને હવા ઉજાસવાળો રહે તેવો પસંદ કરવા સૂચના આપી હતી.
કોવિડ-૧૯ ટેસ્ટની ડેટા એન્ટ્રી, કોન્ટેક્ટ ટ્રેસીંગ પૂર્ણ કરવા જણાવ્યું. કોવિડ-૧૯ વેક્સીનેસન કામગીરી માટે જીલ્લામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મચારીઓનો સ્વયંસેવક તરીકે વધુમાં વધુ સહકાર મળી રહે તે માટે આયોજન કરવા પણ કલેકટરશ્રીએ સૂચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here