છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ

બોડેલી,(છોટાઉદેપુર)
ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો આક્ષેપ ખુદ ગ્રામજનો લગાવી રહ્યા છે. રોડ, રસ્તા, કુંવા, તળાવ, જમીન સમતળ વિગેરે અનેક કામો કા તો ફક્ત કાગળ ઉપર થયા છે કાં તો એક કામ ઉપર એક કરતાં વધારે ગ્રાન્ટનો ઉપયોગ થયા હોવાનો ગામના લોકો કહી રહ્યા છેછોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી પંચાયતના અંબાડી ગામના ગ્રામજનો નો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે અંગે ગામના એક નાગરિકે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે છતાં જવાબદાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી. ગામના એક નાગરિકે આર.ટી.આઈ માંગી અને તેના જવાબમાં ગામમાં જે વિકાસના કામો પાછળ સરકારે લાખો રૂપિયા ખર્ચ્યા છે તેમાંના કેટલાય કામો જેમકે રોડ, સ્મશાન માં શેડ, શૌચાલય, તળાવ, જમીન સમતળ, સામુહિક કુંવા વિગેરે યા તો સ્થળ ઉપર થયા જ નથી યા તો જૂના કરેલા કામો ઉપર કામ કર્યા વિના નવું કામ બતાવી ફરીથી પૈસા ઉપાડી લીધા છે. એક કામ ઉપર બે અલગ અલગ ગ્રાન્ટ માં ખર્ચો પાડી સરપંચ, તલાટી અને લાગતા વળગતા અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે.

મનરેગા વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે ઘર શૌચાલય બનાવવાની કામગીરી સમગ્ર દેશમાં કરાઈ રહી છે. પરંતુ સરકારી ચોપડે એક જ પરિવારમાં પાંચ પાંચ શૌચાલય ના લાભ અપાયા હોય તેવું અંબાડી ગામમાં જોવા મળ્યું હતું અમરસિંગભાઈ રાઠવા અને તેમના દીકરા સંજય રાઠવાના નામે એક કરતાં વધારે વાર શૌચાલયનો લાભ અપાયો છે જેમાંથી સરપંચ દ્વારા ફક્ત એક જ શૌચાલય ના લાભના નાણાં અમરસિંગભાઈ ને રોડકડે થી ચૂકવાયા છે અંબાડી ગામમાં વિકાસના કામોમાં લાખોના ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોના આક્ષેપ બાબતે તલાટીએ પોતાના સમયમાં ભ્રષ્ટાચાર ન થયા હોવાનું જણાવ્યું હતું.

અંબાડી ગામની અંદર સામુહિક કુવા, બોરવેલ , જમીન સમતળ જેવા વિવિધ કામો થયેલા છે જેમાં સ્થળ પર કામ નથી થતા ઓન પેપર પર બોલે છે ત્રણ ત્રણ લાખના કુવા બોલે છે દોઢ લાખના બોર બોલે છે અને જે જોબ કાર્ડ વાપરેલા છે એમાં જોબ કાર્ડને પણ ખબર નથી અમે મુખ્ય મંત્રી સુધી રજુઆત કરી અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી નોકરી કરતા જોબ કાર્ડ જમીન સમતળમાં વાપરેલા છે એટલેએ લોકો નોકરી પણ કરે અને જોબ કાર્ડ પણ વાપરેલા છે મારા ખેતરની અંદર જમીન સમતલનું કામ થયું નથી અને ૪૦ હજાર ઉપડેલા છે એટલે કોઈ જગ્યા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે સ્થળ પર કામ નથી પેપર ઉપર કામ બોલે છે અમે તાલુકા પંચાયત ની અંદર આર ટી આઇ દ્વારા માહિતી મેળવી તો કામ નો સર્વે કરતા જાણવા મળ્યું કે ભ્રષ્ટાચાર થયેલ છે એમ કરી અમે મુખ્યમંત્રી ઔધી રજુઆત કરી અને હજુ સુધી અમને કોઈ પાકા પાયે જવાબ નથી મળ્યો.

દિનેશભાઇ રાઠવા – આરટીઆઇ કરનાર

અંબાડી ગામે જે સમશાન છે ૨૦૧૬-૧૭ માં બનેલ છે એમાં બે લાખ રૂપિયા ઉપડી ગયેલ છે છતાં અહીંયા કઈ બનેલ નથી

અર્જુનભાઇ રાઠવા – ગ્રામજન

553 સર્વે નંબરમાં કૂવો બોલે છે મારુ જોવ કાર્ડ કોઈએ ખોલાવી અને કોઈએ વાપર્યું કોઈએ આ કર્યું એ મને ખબર નથી મને અને કુવામા અમારું પોતાનું જોબ કાર્ડ વાપર્યું છે કૂવો સ્થળ પર નથી એની તાત્કાલિક તપાસ કરવા વિનંતિ છે.

દિનેશભાઇ જહેમતભાઈ રાઠવા – ગ્રામજન

અમારા ગામની અંદર જે સરકારી કામો છે એમા ગેરરીતિ થયેલી છે પંદર વર્ષ પહેલાં જે રસ્તા બનેલા એ રસ્તા અત્યારે પણ બોલે છે ઓન પેપર પર ડબલ વાર એ કામ થયેલ નથી. પાણી માટે સુવિધા નથી. હેન્ડ પંપ બોરબેલ સમશાન નથી. આ જે બધા ભ્રષ્ટાચાર થયેલા છે સરકાર તરફથી લાભો મળ્યા છે પૂરેપૂરા પીહચ્યા નથી અને એમાં ગેરરીતિ થઈ હોય એવું લાગે છે.

નટુભાઈ રાઠવા – ગ્રામજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here