કાળઝાળ ગરમીમાં નર્મદાનાં વહેતા પાણીમાં છલાંગં મારતા નાનાં ભુલકાઓ. મોતનો ડર રાખ્યાં વગર નર્મદાનાં વહેતા પાણીમાં નાનાં ભૂલકાઓનો મજા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સાહસવિના સલામતી અને પ્રગતિ કદી સાથેસાથે ન રહી શકે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સાહસ કર્યા વિના સિદ્ધિ મળતી નથી.
બાળક પડી જવાના ભયથી ડગ જ ન માંડે તો તે ચાલતાં શીખી ન શકે. નટ દોરડા પરથી પડી જવાનો ભય રાખે તો એ પોતાનો ધંધો જ ન કરી શકે, સલામતીનો જ વિચાર કર્યા કરવાથી આપણને આપણા લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી.કહેવાયું છે કે ઇતિહાસમાં પણ સાહસ વીરોની નોંધ લેવામાં આવે છે.
ગુજરાતના જાણીતા કવિ પ્રીતમે યોગ્ય જ કહ્યું છે કે
“હરિનો મારગ છે શૂરાનો,નહિ કાયરનું કામજોને
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.”
મરજીવાઓ એમના. જીવને જોખમમાં મૂકીને દરિયામાંથી મોતી શોધી લાવે છે. જો તેઓ પોતાની સલામતીની ચિતા કર્યા કરે તો તેઓ મોતી ન મેળવી શકે એવી જ કાંઈક કાલોલ શક્તિ પુરા વસાહતના બાળકો ઊનાળાની કાળઝાડ ગરમીથી બચવા નર્મદાના વહેતા પાણીમાં સાહસ કરી મોતની છલાંગં મારી મજા માણતા દ્રશ્યો સામે આવ્યા છે.
હાલ કાલોલ તાલુકાના શક્તિપુરા નર્મદા વસાહતમાં અનેક પરિવાર રહે છે.જ્યારે શક્તિ પુરા વસાહતમાં રહેતાં પરિવારોના નાનાં બાળકો ઊનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો ડર રાખ્યાં વગર હરખ ભેર વહેતા પાણીમાં છલાંગ લગાવી મોજ કરતાં હોય છે. માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે બનાવેલ ગેટ પર ઊભા રહી નર્મદા કેનાલમાં છલાંગં મારી વહેતાં પાણીમાં મજામાણતા હોય છે.
શક્તિપુરા વસાહતનાનાં બાળકો સાથે સાથે નાની બાળકીઓ પણ નર્મદાનાં પાણીમાં સાહસ કરી ઊડા પાણીમાં ડૂબકી મારી મજામાણે છે.
સાહસ કરવાનું જરૂરી છે, પરંતુ સાહસ કરનારે પોતાની શક્તિની મર્યાદાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. દેખાદેખીથી કે લોભથી પ્રેરાઈને પૂરતો વિચાર કર્યા વગર સાહસ કરનારની દશા ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થાય છે. વગર વિચાર્યું ગજા ઉપરાંતનોની મજામાં કોઈક દિવસ સજાને પાત્ર બની જાય તે પહેલાં તંત્રએ પણ આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાન પર લઈ કોઈ મોટી દુર્ઘટના બંને તે પહેલાં સજાગ થવું પણ જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here