છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થયેથી વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થયેથી સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ઘ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શરુ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભામાં એક વિશાળ જનસભાનું આયોજન કરવાનું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એપીએમસીના ગ્રાઉન્ડમાં બપોરે ૩ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.જનસભાને સંબોધન કરતા છોટાઉદેપુર લોકસભાના સાંસદશ્રીમતી ગીતાબેન રાઠવાએ કેન્દ્ર સરકારે ૯ વર્ષમાં પોતાના સંસદીયક્ષેત્રમાં કરેલી કામગીરીનો રિપોર્ટ રજુ કર્યો હતો.દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે આદિવાસી સમાજના ઉત્થાન માટે દેશના વડાપ્રધાને અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી સર્વાંગી વિકાસ કર્યાની વાત કરી હતી.કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે.પાછલી સરકારોમાં દેશની સરહદની રક્ષા કરતા સૈનિકો ભૂલથી દુશ્મન દેશની સરહદ ઓળંગી જાય તો આપણા તે સમયના મૌનીબાબા દુશ્મન દેશના વડાપ્રધાનને સૌનિકોને છોડવા આજીજી કરતા.જયારે આજે ૨૦૧૪ થી દેશની ધુળા નરેન્દ્રભાઈ મોદીએ સંભાળી છે ત્યારે દુશ્મન દેશોને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપી એરસ્ટ્રાઇક કરી વિશ્વમાં ભારતની તાકાત બતાવી છે.દેશનો આર્થિકદર વધવાથી ભારત આજે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બન્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.ગુજરાતના મુખ્યમંત્રીએ એપીએમસી ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે ૧૯૯૫ માં ગુજરાતનું બજેટ ૯૫ હજાર કરોડ હતું.આજે નરેન્દ્રભાઈ મોદીના સુસાશનમાં વધીને ૩ લાખ કરોડ થવા પામ્યું છે.દેશમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તેનો સૌથી વધુ લાભ ગુજરાતને પ્રાપ્ત થયો છે.આદિવાસી બાળકોના કલ્યાણ માટે સાયન્સ સ્કૂલ,કોલેજો આપી આદિવાસી સમાજના દીકરાઓ ડોક્ટર બની આદિવાસી સમાજની સેવા કરી રહ્યા છે.આદિવાસી સમાજના લોકોને ઘરનું ઘર મળે તે દિશામાં કાર્ય કરી આજે ૧૫ કરોડ પરિવારોને ઘરનું ઘર મળતા તેઓનું જીવન ધોરણ ઉંચુ લાવ્યા છે.આદિવાસી ક્ષેત્રોમાં જીઆઇડીસી,રેલવેના પ્રશ્નો કે પુલના પ્રશ્નોને દૂર કરી અનેક વિકાસના કર્યો કરવામાં આવ્યા છે.આમ તમામ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કામગીરી કરી છે.તેમ મુખ્યમસાણત્રીએ જણાવ્યું હતું.આ વિશાળ જનસભામાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,જેતપુર પાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા,છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા,પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા,નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ,પૂર્વમંત્રી શબ્દશરણ તડવી,ટ્રાઇફેડ ચેરમેન રામસિંહ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,વડોદરા જિલ્લા પ્રમુખ સતિષભાઈ પટેલ,નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,પંચમહાલ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ,છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહીત જિલ્લાના હોદ્દેદારો,જિલ્લા,તાલુકા પંચાયતના સદસ્યો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here