છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખિલખિલાટ સેવા પર ફરજ બજાવતા કેપ્ટનની પ્રામાણિકતા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જબુગામ સી. એચ. સી ખાતે મધ્યપ્રદેશ ના અલીરાજપુર તાલુકા ના બોરકુવા ગામની એક મહિલા ને તારીખ 20 સપ્ટેમ્બર 2022, 12:45 pm ના રોજ પ્રસુતિ થઈ હતી. રાજ્ય સરકાર ની ખિલખિલાટ સેવા દ્વારા પ્રસુતિ થયેલ માતા અને બાળકને ની:શુલ્ક ઘરે મુકવા જવાની વ્યવસ્થા ખિલખિલાટ સેવામાં કરવામાં આવેલી હોય છે. તારીખ 22 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રસુતિ માતા અને નવજાત શિશુને જબુગામ ખિલખિલાટ સેવા પર ફરજ બજાવતા કેપ્ટન ફિરોજભાઈ અનવરભાઈ મિર્જા છોટાઉદેપુર મુકવા માટે ગયા હતા ત્યારે લાભાર્થી નો મોબાઈલ સી એચ સી માં ભૂલી ગયા ની જાણ થતા તરત જ સી એચ સી જબુગામ માં ફરજ બજાવતા ખિલખિલાટ હોસ્પિટલ બેઝ-કોર્ડીનેટર ને કોલ કરી ને જણાવ્યું કે લાભાર્થી નો મોબાઈલ સી એચ સી માં રહી ગયો છે તો સાચવી ને મૂકી દોજો, ત્યાર બાદ કેપ્ટન ફિરોજભાઈ એ લાભાર્થી ના સબંધી ને પોતાનો મોબાઈલ નંબર આપી ને જણાવ્યું કે તમારો મોબાઈલ સાચવી ને મૂકી દીધો છે તમે જયારે પણ આવો ત્યારે તમારો મોબાઈલ લઇ જવો. ત્યાર પછી 13 દિવસ સુધી લાભાર્થી નો મોબાઈલ સાચવી રાખ્યો હતો અને 4 ઓક્ટોબર 2022 ના રોજ લાભાર્થી ના સબંધી મોબાઈલ લેવા માટે આવ્યા ત્યારે તેમને જબુગામ સી એચ સી થી આસરે 15 થી 17 હજારની કિંમત vivo કંપની નો મોબાઈલ સુપ્રત કરી પ્રામાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here