છોટાઉદેપુર ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ પ્રમાણે કામગીરી અને આયોજન કરવા જિલ્લા કલેકટરે મતદાન મથકનું સ્થળ નિરીક્ષણ કર્યું…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીના ભાગરૂપે મતદાન મથકોના સ્થળની રૂબરૂ નિરીક્ષણની કામગીરી છોટાઉદેપુરની કલેકટર કચેરી દ્વારા આરંભી દેવામાં આવી છે . ગઈકાલે છોટાઉદેપુરના નગરપાલિકા વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોના જામલા અને ઝોજ ગામના વિવિધ મતદાન કેન્દ્રોની નિરીક્ષણની કામગીરી કર્યા બાદ આજે કલેકટર શ્રુતિ ચારણ , એસ.પી , ધર્મેન્દ્ર શર્મા , પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર મૈત્રીદેવી સિસોદિયા તેમજ કવાંટના મામલતદાર , અને ચુંટણી કામગીરીમાં રોકાયેલા બોડેલી અને કંવાટ તાલુકા સેવા સદનના તમામ આધિકારીગણ આજે કવાંટ અને બોડેલીના વિવિધ મતદાન કેન્દ્રોની સ્થળ નિરીક્ષણની કામગીરી કરી હતી જે સંખેડા વિધાનસભાના મતદાન કેન્દ્રોમાં આવે છે . અંતરિયાળ તેમજ સંવેદનશીલ ગણાતા તમામ મથકો જેવા કે જામલી પ્રાથમિક શાળા , જામલી , તા.કવાંટ , કવાંટની ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કુલ , બોડેલીની ઢોકલિયા પ્રાથમિક શાળા , ટી.સી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , શેઠ શિરોલાવાલા હાઈસ્કુલ અને અલીપુરા ખેરવા -૩ ની નવજીવન હાઈસ્કુલ વગેરે સ્થળોએ જઈ તમામ ઓરડાઓ , રેમ્પની સુવિધા , અન્ય પ્રાથમિક સુવિધાઓ , લાઈન કરવા માટેની જગ્યા , ડિસ્પ્લે બોર્ડ માટેની સ્પેસ , પાર્કિંગ , બેઠક વ્યવસ્થા વગેર બાબતો માટે પુછપરછ કરી , જરૂરી સલાહસુચન કર્યા હતા . તેમજ સુરક્ષાની દ્રષ્ટીએ એસ.પી. ધર્મેન્દ્ર શર્મા સાથે ચર્ચા કરી આયોજન માટે તૈયારી શરુ કરવા સુચનો કર્યા હતા . કલેકટર કચેરી દ્વારા ચુંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈન્સ પ્રમાણે ચુંટણી કામગીરી થાય તે માટે ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here