સમગ્ર ગુજરાતમાં મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર અને ફેસીલેટર બહેનો દ્વારા સરકાર સમક્ષ અ ચોક્કસ મુદત હડતાલનો સસ્ત્ર ઉઠાવાયો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાની 200થી વધુ આશા વર્કર અને ફેસીલેટર કર્મીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડવા બાબત ડભોઇ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ગુડીયા રાણીને લેખિતમાં જાણ કરાઈ

હાલ સમગ્ર ગુજરાતમાં કેટલાક ખાતા ના કર્મચારીઓ જેવાકે આંગણવાડી વર્કર તલાટી મંડળ શિક્ષક મંડળ વન ખાતુ પોલીસ ખાતું વગેરે વિભાગો દ્વારા ગુજરાત સરકાર સામે પોતાની માગણીઓને લઈ હડતાલ ઊભી સસ્ત્ર ઉઠાવી રહ્યા છે. તેવામાં આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યની તમામ આશા વર્કરો અને ફેસીલીટર બહેનો દ્વારા રાજ્ય વ્યાપી આંદોલન છેડી વેતન તથા અન્ય માંગણીઓ ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં નહીં આવે તો અ ચોક્કસ મુદ્દત ની હડતાલ પાડીશું અંગેની લેખિત જાણ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના CDHO અને TDHO અધિકારીને કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 30/8/22 નાં રોજ રાજ્ય વ્યાપી આંદોલન ગાંધીનગર ખાતે કર્યું હતું ત્યારે ગુજરાત સરકારે તાબડતોબ કમિટી બનાવી ને 2 કલાક વાટાઘાટો કર્યો હતો તેમછતાં મુખ્ય માગણીઓ સ્વીકારી નહોતી અને માત્ર પાંચ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને આશા ફેસીલેટર બહેનો નાં મુદ્દે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરી જાહેરાત કરવાની ખાત્રી આપેલ હતી તેમ છતાં હજુ પણ આ સરકાર મગ નું નામ મરી પાડવા તૈયાર નથી. આશા વર્કર બહેનો બાબતે પણ નાણાં મંત્રી આઘા પાછા થઈ રહ્યા છે. અને આશા ફેસીલીટેટર બહેનો માટે હજુ સુધી કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી. તો આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો સાથે કોઈ પણ પ્રકાર નો આવો અન્યાય કોઈ પણ સંજોગો માં ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે આંધળી બહેરી મૂંગી સરકાર ને જડબાતોડ જવાબ આપવા અને બંધારણીય અધિકાર લઘુતમ વેતન મેળવવા અને બીજી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી રાજય વ્યાપી હડતાળ નું એલાન મહિલા શક્તિ સેના નાં નેજાં હેઠળ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here