પંચમહાલ જિલ્લામાં આગામી તારીખ ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન PMJY-MA કાર્ડના કેમ્પનું કરાશે આયોજન

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,પંચમહાલ- ગોધરાના માર્ગદર્શન હેઠળ “આપ કે દ્વાર આયુષ્યમાન” યોજના અંતર્ગત યોજાશે કેમ્પ

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,પંચમહાલ- ગોધરાના માર્ગદર્શન હેઠળ શહેરા/કાલોલ,હાલોલ-જાંબુઘોડા,ઘોઘંબા મોરવા(હ.) તાલુકા કાનુની સેવા સમિતિઓના ઉપક્રમે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, પંચમહાલ સાથે “આપ કે દ્વાર આયુષ્યમાન” યોજના અંતર્ગત PMJY-MA કાર્ડના કેમ્પનું આયોજન કરાયેલ છે. જેમાં ૧૫,૦૯,૨૦૨૨ ના રોજ શહેરા (જૂના નગરપાલિકા બિલ્ડીંગ) અને કાલોલ (રેફરલ હોસ્પિટલ) ખાતે, ૧૬.૦૯.૨૦૨૨ ના રોજ હાલોલ (નગરપાલિકા ખંડ) અને
ધોધંબા ( તાલુકા પંચાયત કચેરી) ખાતે ૧૭.૦૯.૨૦૨૨ ના રોજ જાંબુઘોડા (તાલુકા પંચાયત કચેરી) અને મોરવા(હ.) (સીવીલ કોર્ટ કેમ્પસ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આથી તમામ જાહેર જનતાના લાભાર્થે આયોજન કરાયેલ હોય જે તે વ્યક્તિઓએ આ કાર્ડ કઢાવવા માટે અધિકૃત હોય તેઓ આ કાર્ડ કઢાવવા માટે કેમ્પમાં હાજર રહેવું. સદર કેમ્પ સમથ સવારના ૧૧-૦૦ કલાક થી સાંજના ૦૬-૦૦ કલાક સુધીનો રાખેલ છે. લાભાર્થીએ પોતાના જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવું તેમ આર વાય ત્રિવેદી સચિવશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here