છોટાઉદેપુર ચૂંટણીતંત્રે આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને બૂથોની મુલાકાત લીધી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ની કામગીરી આરંભાઈ દરેક સ્થળે લાઈટ પંખા હવા-ઉજાસ મહત્વના સાઈન બોર્ડ નું કામ કરવા આદેશ છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છોટાઉદેપુર જીલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રુતિ ચારણ માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચુંટણી ને લગતી કામગીરી આરંભી દીધી છે કલેકટર શ્રુતિ ચારણ એસ પી ધર્મેન્દ્ર શર્મા નાયબ કલેકટર અધિકારીઓની આર બી ચૌધરી અધિક નિવાસી કલેકટર આર કે ભગોરા ટીપીઇઓ ધર્મેન્દ્રભાઈ ચૂંટણી મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિ સંબંધિત બી.એલ.ઓ શાળાના આચાર્ય અને પોલીસ અધિકારીઓના કાફલા સાથે મંગળવારે છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ સંવેદનશીલ અને અતેસંવેદનશીલ એવા 13 મતદાન મથકોની મુલાકાત લીધી હતી ખુબજ અંતરિયાળ અને ગાઢ જંગલ વિસ્તારમાં આવેલ પંચમહાલ જિલ્લાની તેમ જ મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલ જિલ્લા મતદાન મથક સુધી કલેકટર શ્રુતિ ચારણ જાતે સ્થળ તપાસ અને પૂછપરછ કરી કરી જો કોઈ વધારાની સુવિધાની જરૂર હોય તો તે સુવિધા પૂરી પાડવા માટે પણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને તાકીદ કરી હતી તારીખ 11 ઓક્ટોબરના બૂથ નિરીક્ષણમાં સિનગલજા મીઠીબોર ગદોલા કાકડકૂં કોઠારા દૂણ જામલી ડોલરીયા જેવા મતદાન મથકોની મુલાકાત લીધી હતી આ તમામ વિસ્તારો સુરક્ષાની દ્રષ્ટિએ જૂજ પોલીસ સ્ટેશનની હદમાં સમાવિષ્ટ છે બીજા દિવસે તારીખ 12 ઓક્ટોબરના રોજ જેતપુરપાવી ના કેટલાક ગ્રંથો ની મુલાકાત લીધી હતી જેમાં ખડીયા અમાદરા ૧|૨ કદવાલ હાઈસ્કૂલ કદવાલ પ્રાથમિક શાળામાં જય સલાહ સૂચનો કર્યા હતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે જે તે શાળાના આચાર્ય બી.એલ.ઓ અને ચુંટણી કામગીરીની સ્થાનિક લેવલે રોકાયેલા કર્મચારીઓને દરેક સ્થળે રેમ્પ લાઈટ પંખા હવા -ઉજાસ મહત્વના સાઈન બૂથ નૂ નામ મત વિસ્તાર માં બાથરૂમ પાણીની વ્યવસ્થા સુરક્ષા માટેની તૈયારીઓ વગેરે નિરક્ષણ કરી કરી બે દિવસમાં જરૂરી કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યું હતું અને આચાર સંહિતાના ભંગ થાય એવા ચિન્હો વસ્તૂ ઓ કે સાહિત્ય ન હોવૂ જોઈએ તેની વિશેષ કાળજી રાખવા તેમને અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here