છોટાઉદેપુર એસ ટી તંત્ર દ્વારા ખાનગી વાહનો સામે ઝુંબેશ ઉપાડતા એસ ટી વિભાગને દિવસે રૂ 7 હજારની આવક વધી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર એસ ટી બસ ડેપો વડોદરા ડિવિઝનનો સૌથી મોટો ડેપો છે. જે એસ ટી વિભાગને ડિવિઝનમાં સૌથી વધુ આવક રળી આપે છે. પરંતુ એસ ટી ડેપોની બહાર ખાનગી વાહનો ના કન્ડક્ટર દ્વારા મુસાફરોને એસ ટી ડેપોમાંથી ખાનગી વાહનોમાં બેસાડી લઈ જવામાં આવે છે. જેના કારણે એસ ટી વિભાગને આર્થિક નુકસાન જાય છે. જેને ધ્યાનમાં રાખીને સિનિયર એસ ટી ડેપો મેનેજર જીજ્ઞેશભાઈ બુચ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. જે વાહનો એસ ટી ડેપોમાં પ્રવેશી જતા હતા તેને અટકાવી દેવામાં આવ્યા છે. જેના કારણે ડેપોના સ્ટાફ કર્મચારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. અને એસ ટી વિભાગની આવકમાં દિવસ દરમ્યાન રૂ 7 હજારની આવક વધી ગઈ છે.
છોટાઉદેપુર એસટી બસ ડેપો મેનેજર જીજ્ઞેશભાઈ બુચ દ્વારા થોડા દિવસો અગાઉ ખાનગી વાહનો સામે લાલ આંખ કરવા પોલીસ વિભાગને પત્ર લખી જાણ કરી હતી. જેના ભાગ રૂપે ટ્રાફિક પોલીસ દ્વારા આકસમીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગે 5 જેટલા ખાનગી વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. અને એસ ટી ડેપોમાં આવતા ખાનગી વાહનો અટકાવી દેવામાં આવ્યા હતા. જેની અસર થતા એસ ટી વિભાગને અત્યાર સુધીમાં રૂ 28 હજાર જેટલી આવક વધી છે. જ્યારે રોજની રૂ 7 હજારની આવકમાં વધારો થયો છે.
એસ ટી ડેપો મેનેજર જીજ્ઞેશભાઈ બુચે જણાવ્યું હતું કે છોટાઉદેપુર એસ ટી ડેપોમાં ખાનગી વાહનો મુસાફરોને ભરી ને લઈ જતા હતા. જે અંગે અમોએ ઝુંબેશ ઉપાડી છે. વહીવટી તંત્રની મદદથી અમોને સ્પોર્ટ મળતા એસ ટી વિભાગની આવકમાં રોજનો રૂ 7 હજારનો વધારો થયો છે. અને આવનારા દિવસોમાં આવકમાં વધારો વધશે તેમ લાગી રહ્યું છે. એસ ટી બસ ડેપોમાં આવતા ખાનગી વાહનો ઉપર સતત નિરીક્ષણ રાખવામાં આવશે અને જો કોઈ પેસેન્જર બાબતે અંદર પ્રવેશ કરશે તો કડક પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here