છોટાઉદેપુર નગરમાં ગત રાત્રે જુદી જુદી જગ્યાને નિશાન બનાવી તસ્કારોએ તરખાટ મચાવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગરમાં આવેલ શ્રીજી સોસાયટી વિસ્તારમાં ગોકુલ નમકીનનું ગોડાઉન આવેલ છે. જે સ્થળે ગત રાત્રીના 1.30 થી 2 કલાક ના સુમારે આઠ અજાણી વ્યક્તિ ઓ મોઢા ઉપર બુકાની બાંધી આવી હતી. અને ગોકુલ નમકીન ના ગોડાઉન માં શટર નું તાળું તોડી નાખી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂપિયા 10000/- રોકડ રકમ તથા રૂપિયા 3000 ટાટા મેજિક ગાડી ના સ્પેર પાર્ટ ની ઉઠાંતરી કરી હતી. તથા સામે આવેલાં કારખાના ની ઓફીસ નું તાળું તોડી રૂપિયા 14000/- તથા 3000 ના સ્પૈર પાર્ટ ઉઠાવી ગયા હતા. સમગ્ર ઘટના બનતા નગરમાં ખડ ભડાટ મચી ગયો હતો. બનેલ ઘટના સંદર્ભે આજુબાજુ ના માણસો ભેગા થઈ ગયા હતા અને પોલિસ ને જાણ કરી હતી. તેમ ગોકુલ નમકીન ગોડાઉન ના માલિક વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું. જ્યારે નજીક આવેલ છોટા ઉદેપુર ટ્રાન્સપોર્ટ ની ઓફીસ માં દરવાજાનું તાળું તોડવાની કોશિશ કરી હતી. પરતું કશુ હાથ લાગ્યું નહતું તે ઉપરાંત છોટા ઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ ની ઓફીસ માં દરવાજાનું તાળું તોડવાની કોશિશ કરી હતી. પરતું કશુ ચોરાયું ન હતું. જ્યારે છોટા ઉદેપુર ની જય અંબે મિનરલ તથા વલ્લભ ચિપ્સ નું તાળું તોડ્યું હતું પરંતું કશુ ચોરાયું ન હતું. તેમ જેતે ફેક્ટરી માલિકો એ જણાવ્યુ હતુ. પરતું સમગ્ર ઘટના એ નગર માં એક ચીંતા નો માહોલ ફેલાયો છે.
બનેલ ઘટના ને અંજામ આપનાર આઠ જેટલાં તસ્કરો ની ટોળકી સીસી ટીવી કેમેરા ની નજરો માં કેદ તો થઈ ગયી છે. જેથી પોલિસ ને તપાસ કરવામાં સરળતા રહેશે. પરતું આ તસ્કરો ક્યાંના હતા અને કોણ હતા? એ હજૂ સુધી બહાર આવી શક્યું નથી . સદર ઘટના બનતા હવે આવું કંઈ બને નહી તેની કાળજી રાખવી તંત્ર ની ફરજ માં આવે છે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here