છોટાઉદેપુરના ફતેપુરામાં નાના ભૂલકાઓ માટે વિશિષ્ટ પ્રકારનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ યોજવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર પ્રેરિત અને આઈ.સી.ડી.એસની છોટાઉદેપુર શાખા, જિલ્લા પંચાયત અને આંગણવાડીની બહેનો દ્વારા આયોજિત છોટાઉદેપુરના ફતેપુરામાં નાના ભૂલકાઓ માટે વિશિષ્ટ પ્રકારનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ યોજવામાં આવ્યો હતો. ” પાપા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની વાત, વાલીઓ સાથેના સંવાદોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિને અનુલક્ષીને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના સર્વગિક વિકાસ અને તેઓનું સામૂહિક મૂલ્યાંકન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રીમતી મલકાબેન પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ બાલધન અને તેમના પોષણના રક્ષક યશોદા બહેનો સૌ માટે ગૌરવની બાબત છે. નરેન્દ્રભાઈ મોદી નારી શક્તિને ઉજાગર કરવા અથાગ પ્રયત્ન કરે છે અને તેનું પરિણામ આજે ભારતના ખૂણે ખૂણે દેખાઈ રહ્યું છે. વડાપ્રધાને હંમેશા સગર્ભા બહેનો, કિશોરીઓ અને ધાત્રી માતાઓની કુશળતા માટે કાળજી લીધી છે. કેમકે આ બહેનો જ બાળકોના વિકાસની જનની છે. કુમળા બાળકોના વિકાસમાં વિવિધ પ્રકારના સર્જનાત્મક માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવશે. શ્રીમતી મલકાબહેને જણાવ્યું હતું કે તેઓ ૧૦ વર્ષ આંગણવાડી કાર્યકર તરીકે કામ કર્યું છે તેઓ જાણે છે આ કામ કેટલું અઘરું છે. બાળકોએ આજે અહીં આ મંચ પર શરમ સંકોચ વગર પરફોર્મન્સ આપ્યું તે ખુબ સરાહનીય છે. ૩-૪ વર્ષનું બાળક એટલું સરસ માઈકમાં બોલી શકે તે અદભુત કહેવાય. આ બાળકો પોતાનું ભવિષ્ય નિર્માણની શરૂઆત અહીથી કરી રહ્યા છે.
આ કાર્યક્રમમ અંતર્ગત માં માતાઓ બહેનોને અને બાળકોમાં સર્વાન્ગિક વિકાસ અને પોષણ માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી. નાના નાના ભૂલકાઓ દ્વારા રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ગાડી વાલા આયા દેખો કચરા ઉઠાઓ… જેવા બાળગીતે પ્રેક્ષકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ આંગણવાડીના ઘટક તરફથી ટીચિંગ લર્નિંગ મટીરીઅલ નું પ્રદર્શન, બાળકો અને બહેનો માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસીડીએસ કચેરી દ્વારા માતૃશક્તિ યોજના, કિશોરીઓને આર્યનની ગોળીઓ, આંગણવાડીના બાળકોને ગણવેશ વગેરે સુવિધાઓ ની આવનાર બહેનોને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે માતા યશોદા એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરબહેનોને માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૪૧૦૦૦, ૩૧૦૦૦ અને ૨૧૦૦૦ ની ધન રાશી જે તે આંગણવાડીને પ્રોત્સાહનરૂપે આપવામાં આવે છે.
છોટાઉદેપુરના સ્વામીનારાયણ હોલમાં ભૂલકાઓ, વાલીઓ માતાઓ અને આંગણવાડીના કાર્યકરો આ પ્રોગ્રામમાં લાભાન્વિત થયા હતા. કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, આઈસીડીએસના પી.ઓ પારૂલબેન વસવા, મહિલા મોરચાના સજ્જનબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મીલાબેન રાઠવા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, વિલાસબેન, લીલાબેન, મેહુલ પટેલ, કર્મચારીઓ, આંગણવાડીના કાર્યકર બહેનો, ભૂલકાઓના માતાઓ અને નાના નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here