ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળ સમાવેશ થયેલા બાળકોના વાલીઓને રોજગારલક્ષી કીટ વિતરણ કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત મહોલ્લા અને શેરીઓમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને બાળ સ્વરાજ પોર્ટલમાં નોંધણી કરીને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ આપવા આવા બાળકોના પરિવારજનોને આઇડેન્ટીફાય કરવામાં આવે છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની છોટાઉદેપુર સ્થિત મદદનીશ કમિશનરની કચેરી દ્વારા આવા લાભાર્થીઓને માનવ ગરીમા યોજનાના લાભ પેટે રોજગારલક્ષી કીટ સુપ્રત કરવામાં આવી હતી.
આવા બાળકોના વાલીઓ આર્થિક સદ્ધરતા મેળવે તે આશયથી આવા બાળકોને ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત સમાવેશિત કરવામાં આવે છે સરકારશ્રી અને માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આવા બાળકોના પરિવારને તાત્કાલિક અસરથી રાહત તેમજ અન્ય લાભો આપવા સૂચન થયેલ છે
છોટાઉદેપુર જિલ્લામાં આવા કુલ 35 બાળકોને આઇડેન્ટીફાય કરી તમામ યોજનાઓ અને સહાયના લાભો
આપવા માટે જિલ્લા કલેકટર તંત્રએ ખાસ ઝુંબેશ ઉપાડેલ છે બાળ સુરક્ષા એકમ હેઠળ આ તમામ બાળકોને
રોકડ સહાય રૂ 2000 આપવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત આદિજાતિ કચેરી દ્વારા કવાંટ તાલુકાના બે લાભાર્થીઓને માનવ ગરિમા યોજના ની રોજગાર લક્ષી કીટ આપી સહાય કરવામાં આવેલ છે આવા એક લાભાર્થી રાઠવા ઇશ્વરભાઇ ને વેલ્ડીંગ મશીન આપીને તેમને તથા તેમના પુત્ર અક્ષયને મજૂરી કામમાંથી કાયમી છુટકારો અપાવેલ છે ઇશ્વરભાઇના પત્નીનું અવસાન થતાં તેના પુત્ર અક્ષયને પાલન કરવાની જવાબદારી ઇશ્વરભાઇ ઉપર આવી પડી હતી. હવે ઈશ્વરભાઈ ને વેલ્ડીંગ મશીન મળતા તેઓ કવાંટ ગામમાં જ વેલ્ડીંગ નું કામ શરૂ કરી પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે અને તેમના પુત્રને પણ આ દિશામાં તાલીમ આપી તેમનું જીવન સદ્ધર કરવા માંગે છે આવો અન્ય કિસ્સો કવાંટનો જ છે અરવિંદભાઈ રાઠવા જેવો છૂટક કામ કરતા હતા તેમનો પુત્ર ઋત્વિક આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અરવિંદભાઈ ને દરજી કામમાં આવડત હતી પરંતુ સિલાઇ મશીનના પૈસા ન હોવાથી આદિજાતિ કચેરી દ્વારા તેમને સિલાઇ મશીન આપવામાં આવતા તેઓ દરજી કામ કરી પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માંગે છે અરવિંદભાઇ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તેમને દરજીકામ અંગેની જાણકારી અને આવડત છે અને હવે આ મશીન મળતા તેઓ પોતાનું જીવન અને પરિવારની દશા ચોક્કસ બદલી શકશે તેવી તેમને આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here