લગ્ન નોંધણી કરવા માટે બોગસ સર્ટિફિકેટને સાચા તરીકે ઉપયોગ કરી તલાટી સમક્ષ રજુ કરી લગ્નની નોંધણી કરાવવા વિરુદ્ધ વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના વતની એવા ફરિયાદી સુરેશભાઇ રૈયાભાઇ જશાણી (રહે. મોટા સુરકા, તા. શિહોર, જી. ભાવનગર)ની ફરિયાદ અનુસાર ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેમની વીસ વર્ષીય પુત્રીને તેમના વતન નજીકના ગામમાં રહેતા એક યુવક સાથે ઘરેથી નિકળી ગઈ હતી જેની શોધખોળ કરતા તેમની પુત્રી આશીષ વિઠ્ઠલભાઈ સાચપરા (૨હે, નારી તા-જી. ભાવનગર) સાથે લગ્ન કરીને આશીષના ઘરે રહેતી હોવાની જાણકારીને આધારે તેમના પરીવારના માણસો સાથે આશિષ સાચપરાના ઘરેથી તેમની પુત્રીને પરત લઇ આવ્યા હતા અને તત્કાલીન સમયે પોતાની પુત્રીને ભગાવી જનારા આશીષ સાચપરા વિરુદ્ધ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી. જોકે ફરિયાદ નોંધાવ્યા પછી પુત્રીની પુછપરછ કરતા પુત્રીએ જણાવ્યું હતું કે આશિષ સાથે ઘરેથી નિકળીને તેઓ વડોદરા ખાતે ગયેલા અને વડોદરાના એક નોટરી સમક્ષ સોગંધનામુ કરીને યુવક- યુવતી બંને જણા લગ્ન રજીસ્ટર કરવા માટે ગોધરા નજીકના કાલોલ તાલુકાના ખડકી ગ્રામ પંચાયત કચેરી ખાતેના તલાટી સમક્ષ બંનેના લગ્નની નોંધણી કરાવી હોવાનું જણાવતા
યુવતીના પિતાએ ખડકી ગ્રામ પંચાયતમાં આર.ટી.આઇ. કરી લગ્ન નોંધણી કરવા અંગેની માહિતી માંગીને લગ્ન સબંધી જરૂરી કાગળો મેળવતા ઘટસ્ફોટ થયો હતો કે તા.૨૩/૦૩/ ૨૦૨૩ના રોજ તલાટી સમક્ષ રજુ કરવામાં આવેલ તેમની પુત્રીનું ધોરણ-૧૨નું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ શ્રી કેળવણી મંડળ નોંધણા સંચાલિત સરકાર માન્ય બી,બી,પટેલ હાઇસ્કુલ, નોંઘણા તા. જંબુસર જી. ભરૂચ મુજબનું રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે તેમની પુત્રીએ ધોરણ ૧૨નો અભ્યાસ તત્કાલીન સમયે તેઓ સુરત ખાતે રહેતા હોવાથી તેમની પુત્રીએ આશાદીપ વિદ્યાલય- ધર્મજપાર્ક સોસાયટી, સીમાડા, સુરત ખાતે અભ્યાસ કર્યો હોવાનું વાલી તરીકે જાણતા હોય તેમની પુત્રી સાથે લગ્ન રસ્ટ્રેશન કરાવવા માટે રજુ કરવામાં આવેલ લિવિંગ સર્ટીફીકેટ બોગસ હોવાના આક્ષેપ અંગે તત્કાલીન સમયે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જરૂરી તપાસ કરવા માટેની અરજી કરતાં પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલ ખડકી ગ્રામ પંચાયતના તલાટી સમક્ષ રજુ કરવામાં આવેલ બનાવી લિવિંગ સર્ટીફીકેટ આશિષ | સાયપરાએ વડોદરાના એક વકીલના ક્લાર્ક તરીકે કામ કરતા ભરતભાઇ રયજીભાઇ વણકરે તલાટી સમક્ષ રજુ કરીને તા.૨૪/૦૩/૨૦૨૩ના રોજ લગ્ન રજીસ્ટર કર્યાં હતા તેવો ખુલાસો થયો હતો. જેથી અરજીની તપાસને આધારે લગ્ન | નોંધણી કરવા માટે બોગસ સર્ટિફિકેટને સાચા તરીકે ઉપયોગ | કરી તલાટી સમક્ષ રજુ કરી લગ્નની નોંધણી કરાવવા વિરુદ્ધ વેજલપુર પોલીસે પ્રથમ ગુનેગાર તરીકે ભરતભાઇ રયજીભાઇ વણકર | (રહે. ૩૭,૨૮- આશાપુરી સોસાયટી, જુના બાપોદ જકાતનાકા પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર) ઉપરાંત વધુ તપાસમાં નિકળે તે વિગેરેની વિરૂદ્ધમાં કાયદેસરની ફરીયાદ અનુસારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here