ડીસા શહેરમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીનો ભવ્ય રોડ સો યોજાયો…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લેખરાજ ચાલ રસ્તા પાસે જાહેર સભા સંબોધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને વિજય બનાવા લોકોને કરી અપીલ..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ચુંટણી પંચ ગમે ત્યારે ચુંટણી તારીખો જાહેર કરી શકે છે ત્યારે ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ની આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી દ્વારા ગુજરાતમાં દિનપ્રતિદિન જાહેર સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની યાત્રા આજે ડીસા પહોંચી હતી

જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી સાથે નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી સાથે ડીસા વિધાનસભાના ઉમેદવાર ડો રમેશભાઈ સહિત આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને ડીસા ફુવારા સર્કલ થી વિશાળ રેલી સ્વરૂપે રોડ શો યોજાયો હતો જેમાં ઠેરઠેર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી વેપારી સંગથનો દ્વારા ફુલહાર પહેરાવી જાતે તૈયાર કરવામાં આવેલ મનીષ સિસોદિયાજી તસ્વીર આપી સન્માન કરવામાં આવ્યું હતું વિશાળ જાહેર સભાને સંબોધન કરતાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી દ્વારા જણાવાયું હતું 27 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

સાથે સાથે ભાજપને વોટ આપશો ભાજપના નેતાઓનાં છોકરાં મોટા બનશે કોંગ્રેસને વોટ આપશો તો સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી મોટા બની જશે જ્યારે આમ આદમી પાર્ટીને વોટ આપશો તો તમારાં બાળકો સારી અને ઉચ્ચ શિક્ષણ મેળવી મોટા બનશે અને સરકારી નોકરીઓમાં ભરતી થશે દર યુવાનને રોજગાર ભથ્થું 3000 રૂપિયા મલશે દરેક ઘરે એક મહીલા દીઠ દર મહિને 1000 ભથ્થું આપવામાં આવશે અને દર મહિને 300 યુનિટ વિજળી મફતમાં આપવામાં આવશે જેના લીધે આવી મોંધવારીના સમયે લોકોને રાહત મળી શકે છે ત્યારે ડીસા વિધાનસભા ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે ઝાડુના નિશાન પર બટન દબાવવાનું ઉપસ્થિત જનમેદનીને આહવાન કરવામાં આવ્યું હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here