ગોધરા ખાતેના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષકશ્રી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી-2020

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી-2021ને ધ્યાને રાખી ભારત ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં ચૂંટણી સંબંધી પ્રક્રિયાઓ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશ્રી (ખર્ચ નિરીક્ષકશ્રી)ની નિમણૂંક કરવામાં આવી છે. ખર્ચ નિરીક્ષકશ્રી મૃત્યુંજય સૈનીએ આજે ગોધરા ખાતેના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. શ્રી સૈનીએ મીડિયા સેન્ટર ખાતે ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરની ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી મેળવતા ફરજ પર ઉપસ્થિત કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ મોનિટરીંગની પ્રક્રિયા વિશે સૂચના-માર્ગદર્શન આપ્યા હતા. ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં પેઈડ ન્યુઝ સંબંધિત ખર્ચનો પણ સમાવેશ થતો હોવાથી આ કામગીરીની અગત્યતા વધારે હોવાનું તેમણે જણાવ્યું હતું. નિરીક્ષકશ્રીની મુલાકાત સમયે તેમના લાયઝન અધિકારીઓ શ્રી વહોનિયા અને શ્રી તેજસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here