કાલોલ : મધવાસ જીઆઇડીસી એગ્રીસર્વ કંપનીમાંથી દવા બનાવવાના રૂ. ૧૦,૯૫,૦૦૦/ ના કાચા માલની ૨૦ બેગોની ચોરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

તસ્કરો કમ્પાઉન્ડ વોલ કૂદીને કંપનીમાં દાખલ થયા અને કેમેરો ઊંધો કરતા દેખાયા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

કાલોલ તાલુકાના મધવાસ ગામની જીઆઇડીસીમાં આવેલી ખેતીવાડી દવાઓનું ઉત્પાદન, પેકિંગ વર્ક, પ્રોસેસિંગ કરતી એગ્રીસર્વ નામની કંપનીમાં થી ગત તારીખ ૨૪/૧૦ ની મધ્યરાત્રી ના ૧.૨૩ કલાકે એટલે કે તા ૨૫/૧૦ ના રોજ કંપનીના પ્રોડક્શન હાઉસમાં ખુલ્લામાં મૂકેલી નિંદામણનાશક માટેની દવા નું ઉત્પાદન કરવા માટેનું રો મટીરીયલ (ઓક્ષીફલોરોફેન ટેકનિકલ પાવડર) ની ૨૦ બેગો ખભા પર ઉપાડી બારી માથી બહાર કાઢી ચાર ઈસમો એ માત્ર ચવુદ મિનિટ ના ટુકા સમયમાં ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે. ફરિયાદની વિગત મુજબ તા ૦૧/૧૦ ના રોજ કંપનીમાં નિંદામણ નાશક દવા માટેનું કાચુ મટીરીયલ ઓકસીફલોરોફેન પાવડરની ૪૦૦ બેગ લાવવામાં આવેલ જેમાંથી દરરોજના બેચ મુજબ નક્કી કરેલ માત્ર મુજબ ઉપયોગ માલ લીધા બાદ તા ૨૫/૧૦ સુધી ૩૭૨ બેગ વધેલ તા ૨૬/૧૦ ના રોજ સવારના કંપનીના સીસીટીવી કે જે મોબાઇલ સાથે કનેક્ટ કરે છે બે ચેક કરતા પ્લાન્ટ નં ૪ ના કમ્પાઉન્ડ વોલ તરફ નો કેમેરો ઊંધો કરેલો હતો . પ્રોડક્શન હાઉસમાં મુકેલી બેઞ ગણતા ૩૭૨ ને બદલે ૩૫૨ બેગ જોવા મળેલ તા ૨૫/૧૦ ના રોજ કંપની રાતના અગિયાર સુધી ચાલતી હોય રાતના સમયના સીસી ટીવી ફૂટેજ ચેક કરતા ચાર ઈસમો ગેટ નંબર ૩ ઉપર ના કમ્પાઉન્ડ વોલ ને કુદીને કંપની માં આવતા જણાયા જે પૈકીનો એક ઈસમ કેમેરો ઊંધો કરતો દેખાયો ઉત્પાદન વિભાગમાં જ્યાં આ બેગો મુકી હતી તે શટર વગરના પ્રોડક્શન હાઉસમાં થી ૨૫ કીલો ની એક એવી ૨૦ બેગો જે એક કીલો ની કિંમત રૂ ૨,૧૯૦/ એક બેગ ની કિંમત રૂ ૫૪,૭૫૦/ એવી રૂ ૧૦,૯૫,૦૦૦/ ની કિંમત નું રોજ મટીરીયલ બિન્ધાસ્ત રીતે ચોરી કરી ફરાર થઈ ગયા આ બાબતે કંપની ના ઉપરી અધિકારી ને જાણ કરી આજુબાજુમાં તથા કામદારો ને ચેક કરેલ પરંતુ કાંઈ મળી આવેલ નહીં જેથી કંપની ની અમદાવાદ ની ઓફીસ ના ઉપરી અધિકારીઓએ ફરિયાદ કરવા જાણ કરતા કંપનીના ઓપરેશન હેડ વિભાગમાં કામ કરતા મહેશકુમાર સોમાભાઈ પટેલ રે યમુના નગર સોસાયટી કાલોલ મૂળ રહેવાસી મહાપુર ગામ તાલુકો કડાણા જીલ્લો મહીસાગર દ્વારા મંગળવારે રાત્રે કાલોલ પોલીસ મથકે નોંધાવતા કાલોલ પોલીસે ચાર અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી કાલોલના સિનિયર પીએસઆઇ એમ એલ ડામોર દ્વારા તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here