ચેક રિટર્ન કેસમાં કાલોલ કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને વળતર આપવાનો હુકમ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના અંબાલા ગામના ફરિયાદી સાલમસિંહ ઉદયસિંહ રાઠોડની ફરિયાદને આધારે ટોપનદાસ પોહુમલ કામનાની એ ખેતીની ઉપજમાં ઘઉં અને બાજરી ખરીદી બાકી નાણા પેટે આરોપીએ 1,72,685 નો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા નો ટીંબા શાખાનો ચેક આપેલ હતો જે ફરિયાદીએ સનશોલી બ્રાન્ચ મા જમા કરાવતા અપૂરતા ભંડોળ ને કારણે પરત થયો હતો જેથી કેસ તા ૧૨/૦૯/૨૦૧૮ ના રોજ દાખલ કરેલ હતો ફરિયાદી તરફે આર બી પરમાર ની ધારદાર દલીલો ને ધ્યાનમાં રાખી કાલોલ કોર્ટના એડી ચીફ જ્યું મેજી આર.જી યાદવે ચુકાદો આપતા ટિંબા ખાતેના ગણેશ ટ્રેડર્સ ના આરોપી ટોપનદાસ પોહુમલ રે ગોધરા ને એક વર્ષની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો અત્યારે જે જે લોકો નાણા લઈ નહીં ચૂકવતા તત્વો સમગ્ર પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકામાં ક્રેડિટ સોસાયટી અને બેંકો માંથી નાણા લઈ ચેક આપી જે ધિરાણ લઈ ગયા છે એવા લોકો આ ચેક રિટર્ન નો ચુકાદો ધ્યાને લઈ લીધેલા નાણા સમયસર પરત ન કરે એવા લોકો માટે આ ચુકાદો દાખલા રૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here