ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ તાલુકાના આનંદપુરા ગામે કાચના સ્ક્રેપ ગોડાઉનના કંમ્પાઉન્ડમા રેઈડ કરી ટાટા કંન્ટેનર સાથે વિદેશી દારૂના આંતરરાજ્ય ખેપીચાઓને ઝડપી પાડયા

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

હાલોલ તાલુકાના આનંદપુરા ગામે આવેલ રોયલ કુશન કંપનીની સામે હાલોલ વડોદરા હાઈ – વે રોડની બાજુમા આવેલ કાચના સ્ક્રેપના ગોડાઉનના કંમ્પાઉન્ડમા રેઈડ કરતા ટાટા કંન્ટેનર નંબર યુ.પી. ૨૧ સી.ટી. ૨૫૨૧ માંથી વિદેશી દારૂના કવાટરીયા તથા બોટલોની પેટીઓ નંગ -૮૩૭ કુલ બોટલો નંગ ૩૦,૩૧૨ જે તમામની કુલ કી.રૂ .૧૫,૦૮,૫૨૦ / – નો પ્રોહી મુદ્દામાલ તેમજ ટાટા કંન્ટેનર ગાડી કિંમત રૂ .૧૦,૦૦,૦૦૦ / – તેમજ મોબાઈલ ફોન નંગ -૩ કિંમત રૂા .૧૫,૦૦૦ / – એમ મળી કુલ કી.રૂ .૨૫,૨૩,૫૨૦ / -ના પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડવામાં પંચમહાલ એલ સી બી ને મળી મોટી સફળતા

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , હાલોલ તાલુકાના કોટામૈડા ગામે રહેતો મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણ તથા ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામે રહેતો અતુલભાઇ દીલીપભાઇ પરમાર નાઓ ભેગામળી એક બંધ બોડીના ટાટા કંન્ટેનરની અંદર મોટા પ્રમાણમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી મંગાવી આનંદપુરા ગામે આવેલ રોયલ કુશન કંપનીની સામે હાલોલ વડોદરા હાઈ વે રોડની બાજુમા આવેલ કાચના સ્ક્રેપના ગોડાઉનના કંમ્પાઉન્ડમા કંન્ટેનર ઉભુ રાખી વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની પેરવી ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તાથ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે હાલોલ આનંદપુરા ગામે જઈ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે . બજે કરેલ મુદ્દામાલ | ( ૧ ) બોમ્બે રોયલ વ્હીસ્કી લેબલવાળી પ્લાસ્ટીકના કવાટરીયા નંગ -૨૨,૩૨૦ કી.રૂ. ૫,૮૦,૩૨૦ / ( ૨ ) બૉમ્બે રોચલ વ્હીસ્કી લેબલવાળી પ્લાસ્ટીકની બોટલો નંગ -૨,૨૨૦ કી.રૂ .૨,૪૪,૨૦૦ / ( ૩ ) એડ્રીચેલ ગ્રીન એપ્પલ વોડકા લેબલવાળી પ્લાસ્ટીકના કવાટરીચા નંગ -૨૩૦૪ કી.રૂ .૨,૩૦,૪૦૦ / ( ૪ ) એડ્રીયેલ 1 ગ્રીન એપ્પલ વોડકા લેબલવાળી પ્લાસ્ટીકની બોટલો નંગ -૨૮૮ કી.રૂ .૫૭,૬૦૦ / ( ૫ ) એડ્રીચેલ ક્લાસીક વ્હીસ્કીના લેબલવાળી પ્લાસ્ટીકના કવાટરીયા નંગ -૨૪૦૦ કી.રૂ. ૨,૪૦,૦૦૦ / ( ૬ ) એડ્રીયેલ ક્લાસીક વ્હીસ્કીના લેબલવાળી પ્લાસ્ટીકની બોટલો નંગ -૭૮૦ કી.રૂ .૧,૫૬,૦૦૦ / ( ૭ ) મોબાઈલ ફોન નંગ -૩ કી.રૂ .૧૫,૦૦૦ / ગ્રીન ( ૮ ) ટાટા કંન્ટેનર નંબર યુ.પી. ૨૧ સીટી ૨૫૨૧ કી.રૂ. ૧૦,૦૦,૦૦૦ / ( ૯ ) ટાટા કંન્ટેનર નંબર યુ.પી. ૨૧ સીટી ૨૫૨૧ ના દસ્તાવેજી કાગળો કી.રૂ .૦૦ | – પકડાયેલ આરોપીનુ નામન ( ૧ ) ભગવાનદાસ શિશુપાલ ગડરીયા રહે . ગામ મચ્છખેડા તા.ચન્દોસી જી.સમ્મેલ ( ઉત્તરપ્રદેશ ) ( ૨ ) રાજબહાદુરપાલ રાજવીરસીંગ ગડરીયા રહે . ગામ મચ્છખેડા તા.ચન્દોસી જી.સમ્મેલ ( ઉત્તરપ્રદેશ ) ( ૩ ) જગદીશકુમાર ઉર્ફે જગો કનકસિંહ ચૌહાણ રહે . કોટામૈડા મંદીર ફળીયું તા.હાલોલ વોન્ટેડ આરોપીઓનું નામ ( ૪ ) મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણ રહે . કોટામૈડા તા.હાલોલ ( ૫ ) અતુલભાઇ દીલીપભાઇ પરમાર રહે . દુધાપુરા તા.ઘોઘંબા ( ૬ ) કંન્ટેનર નંબર યુ.પી. ૨૧ સીટી ૨૫૨૧ મા દારૂનો જથ્થો ભરાવવા સારૂ કંન્ટેનર મોકલનાર માલીક ગુલામ મહમદ હારૂન રહે.લાલવારા પોસ્ટ . ડીન્ગરપુર તા.બીલારી જી , મુરાદાબાદ ઉત્તરપ્રદેશ મો.નં .૮૩૯૨૯૭૩૬૪૮ ( ૭ ) ગોવા ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો અજાણ્યા વ્યક્તિએ મોકલી આપી ભરી આપનાર મોબાઈલ નંબર ૭૮૮૭૩૭૪૫૦૯ ના મોબાઈલ ગ્રાહક ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here