ઘોઘંબા તાલુકાના બારીયા ફળી ગામેથી બોલેરો પીકપ ગાડીમાં કતલ કરવાના ઇરાદે કુરતા પુર્વક બાંધી વહન કરી લઇ જવાતા ગૌવંશ બળદો નંગ -૪ કી.રૂ।.૮૦,૦૦૦ / – ને બચાવતી દામાવાવ પોલીસ

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

પંચમહાલ ગોધરા રેન્જ વડાશ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એ.રાઠોડ સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.આર.પલાસ સાહેબ હાલોલ સર્કલ હાલોલ નાઓની સુચના માર્ગદર્શન મુજબ પશુઓની હેરાફેરીના બનાવોને અટકાવાવ સારૂ સખત મા સખત પેટ્રોલીંગ રાખી પશુઓની કતલ કરવાના તથા હેરાફેરી કરતા ઈસમો વિરુધ્ધ મા કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે આજ રોજ દામાવાવ પો.સ્ટૅના પો.સ.ઇ એમ.આર.ભલગરીયા નાઓ તથા સાથેના પોલીસ માણસો અ.હે.કો બાબુભાઇ રાયજીભાઈ તથા અ.પો.કો ધર્મેન્દ્રકુમાર સામંતસીંહ તથા અ.પો.કો દિક્ષીતકુમાર ઈશ્વરલાલ તથા અ.પો.કો ઉદેસીંહ નવલસીંહ નાઓની સાથે પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી જે આધારે બોલેરો પીકપ ગાડી નંબર GJ 13 AW 2261 માં લાલ કલરના ગૌવંશ બળદો નંગ- ૦૪ ને એક બીજા ના ગળામા તથા પગો મા ટુંકા ટુંકા દોરડા થી ફરતા પુર્વક બાંધી ઘાસ ચારો તથા પાણીની સગવડ વગર ભરી કતલ કરવાના ઇરાદે ભરી પુરઝડપે હંકારી લઈ આવતા હોવાની બાતમી આધારે બારીયા ફળી ગામે વોચ ગોઠવી બાતમી મુજબની બોલેરો પીકપ ગાડી કી.રૂા .૩,૦૦,૦૦૦ / માં ભરેલ લાલ કલરના ગૌવંશ બળદો નંગ- ૦૪ કિ.રૂ।.૮૦,૦૦૦ / – મળી કુલ રૂા .૩,૮૦,૦૦૦ / – ના મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ અને બોલેરો પીકપ ગાડીનો ચાલક નાઓ વાહન મુકી નાસી ગયેલ હોય તેમજ સલમાન દેસાઇ ઉર્ફે બેટરી રહે , ગોન્દ્રા જી.ઇ.બી સામે સીદ્દીકી અકબર મસ્જીદની પાસે ગોધરા નાએ ઉપરોકત ગૌવંશ બોલેરો પીકપ ગાડીમાં ભરાવેલ હોય તેમજ વિક્રમભાઈ સીમાભાઈ ભરવાડ રહે.મકાન નં .૨૧૧ ભરવાડ વાસ નસેડા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાએ પોતાનું વાહન કતલ માટેના ગૌવંશને ભરવા માટે આપેલ હોય જેઓને પકડવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આમ પકડાયેલ લાલ કલરના ગૌવંશ બળદો નંગ- ૦૪ મુંગા પશુઓને બચાવી પરવડી પાંજરા પોળ ખાતે મોકલી આપવામાં આવેલ છે . અને આ ગુન્હો આચરનાર આરોપીઓ વિરૂધ્ધ પશુઓ પ્રત્યેનું ઘાતકીપણુ અટકાવવાના કાયદો તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ મુજબ ફરીયાદ દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દામાવાવ પોલીસ સ્ટેશનની પોલીસે ટીમ દ્વારા મુંગા પશુ ગૌવંશ બળદો નંગ- ૪ બચાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here