ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની ટીમનું આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન…

ગોધરા, (પંચમહાલ) ડો. અપૂર્વ પાઠક :-

ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સીટી સંલગ્ન શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ત્રણ ખેલાડીઓ દ્વારા ખો-ખોની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ ખો-ખો ભાઈઓની સ્પર્ધા મોરા ખાતે યોજાઇ હતી. જેમાં શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની ટીમએ ખુબ સરસ પ્રદર્શન કરીને રનર્સ થયેલ છે. કોલેજમાંથી કુલ ત્રણ ખેલાડી ભાઈઓ પટેલ જયેશકુમાર, રાઠવા અનિલ કુમાર, ચૌહાણ દિલાવર એમ આ ત્રણ ખેલાડીઓની પસંદગી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ખો- ખો ભાઈઓની ટીમમાં થઈ છે. આ ત્રણેય ખેલાડીઓ આવનાર સમયમાં ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સીટી ગેસ્ટ ઝોન ભાઈઓ ખો ખો સ્પર્ધામાં ભાગ લેવા જશે, જે બદલ કોલેજના પ્રિન્સિપાલ એમ.બી. પટેલ તથા કોલેજના સ્પોર્ટ્સ ડાયરેકટર હંસાબેન ચૌહાણ સહિત સમસ્ત કોલેજ પરિવાર હર્ષની લાગણી અનુભવી ખો ખો ભાઈઓની પુરી ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here