છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામે મહાકાય અજગર પકડાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે સુરેશ ભાઈ માસ્ટર ના મકાનના પાછળના ભાગે વાડામાં મહાકાય અજગર દેખાતા આસપાસ વિસ્તારના રહેવાસીઓ ભારે અચંભામાં પડી ગયા હતા,
ત્યારબાદ નશીબ ભાઈ તડવીને બોલાવાતા આ અજગરનો સફળ રેસક્યું કરાયો હતો,
આ મહાકાય અજગર 10ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું,
આ મહાકાય અજગરના સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો,
ત્યારબાદ અજગરને સહી સલામત જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here