શહેરા તાલુકાના શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 માટે 237 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાની 150 ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ, 40 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને વિશાળ ફલક પ્રસ્થાપિત કરવા સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના માર્ગદર્શન હેઠળ શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 માટે 237 તેજસ્વી વિદ્યાર્થીઓએ નોમિનેશન કર્યું છે. ગુજરાત રાજ્યમાં 1536 નોમિનેશન સાથે પ્રથમ અને શહેરા તાલુકાએ જિલ્લામાં 237 નોમિનેશન સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. નોમિનેશન કરેલ વિદ્યાર્થીઓના પ્રોજેકટની નિયમ મુજબ પસંદગી થશે તો સંબંધિત વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જિલ્લા કક્ષાએ દસ હજાર અને નેશનલ કક્ષાએ એક લાખ સુધીની રકમ મળવા પાત્ર થશે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે બાળકો અને શિક્ષણના હિતમાં થઈ રહેલી વર્તમાન પ્રવૃત્તિઓના નવોચાર અને વિચારો વ્યક્ત કરી Inspire Mamak Award – 2020 ભાગ લેવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તાલુકાના તમામ શિક્ષકોની વર્તમાન કોરોના મહામારીના સમયે પ્રશંસનીય કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. શહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 સંદર્ભે પ્રોત્સાહન મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ પ્રતિબદ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here