ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ દ્વારા દેવલીયા ચોકડી ખાતે માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ કાર્યકર્તાઓ સાથે તિલકવાડા તાલુકાના દેવળીયા ચોકડી ખાતે મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા જ્યાં તિલકવાડા ભજપા કાર્યકર્તાઓ દ્વારા ફૂલ હાર પહેરાવીને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હાલ માં જ્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને હાલ કોરોના થિ થોડો રાહત નો અનુભવ જોવા મળી રહ્યો છે પરંતું હાલ માં પણ કોરના સામે સાવચેતી રાખવા માટે તેઓએ અપીલ કરી હતી અને લોકો ને કોરોના સામે રક્ષણ મળી રહે તે ઉદ્દેશ્ય થી દેવલ્યા ચોકડી ખાતે દુકાનદારો તેમજ રાહદારીઓ અને આવતા જતા વાહન ચાલકો ને માસ્ક તેમજ સેનેટાઈઝર ની બોટલો નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

દેવલીયા ચોકડી ખાતેથી આગળ વધતા પ્રશાંત કોરાત ભાજપા કાર્યકર્તાઓ સાથે ભાદરવા દેવ મંદિર ખાતે આવી ને ભાથીજી મહારાજના દર્શનનો લાભ ઉઠાવ્યો હતો ત્યારબાદ તેઓએ વિવિધ પ્રકાર ના વૃક્ષો રોપ્યા હતા હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જ્યારે ઓક્સિજનની ખૂબ જરૂરિયાત હોય અને વાતાવરણ શુદ્ધ બને અને લોકો ને શુદ્ધ હવા મળી રહે તેવા ઉદ્દેશથી ભાદરવા ગામે યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ તિલકવાડા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારિયા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી સહિત અન્ય આગેવાનો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષો રોપી ને પ્રકૃતિ ને બચાવવા માટે લોકોને અનેરો સંદેશ પાઠવ્યો હતો

વધુમાં વાત કરતા ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું કે હાલ માં જ્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે આ મહામારી ને રોકવા માટે સરકાર તરફ થી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હાલ કોરોના ના કેસો માં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પુરી સાવધાની રાખે અને કોરોના ને નાબૂદ કરીને મારુ ગામ કોરોના મુક્ત ગામ બનાવીએ તેની સાથે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા દસ વૃક્ષો રોપે અને તેનું જતન કરે જેથી આવનારો પેઢીઓ સ્વચ્છ વાતાવરણ અને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here