છોટાઉદેપુર જિલ્લાના કરાલી પો.સ્ટે. ખાતે તમામ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના કુલ-૧૪૧૧ ગુનાઓના કબજે કરેલ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના કરાલી પો.સ્ટે. ખાતે તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટશ્રી છોટાઉદેપુર નાઓ, સબ ડીવીજનલ મેજીટ્રેટશ્રી બોડેલી નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓની આગેવાની હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના કુલ-૧૪૧૧ ગુનાઓના કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલ નંગ-૧૨૩૭૫૪ કુલ કિ.રૂ.૨,૩૯,૬૪,૯૨૧/- ની સંબંધિત કોર્ટની મંજુરી મેળવી ઉપરોક્ત અધિકારીશ્રી નાઓની હાજરીમાં પુરતા પોલીસ બંદોબસ્ત સાથે પ્રોહી મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here