ગણેશ ચતુર્થી નિમિત્તે નસવાડી સરકાર ફળિયા ખાતે ગણેશજીની સ્થાપના કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ચાર રસ્તા ખાતે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી જેમા જણાવવામાં આવ્યુ કે ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમા અનેક રૂપ મા ઉજવાય છે હિન્દૂ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશ નો જન્મ થયો હતો ભગવાન ગણેશના જન્મોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવેછે ગણેશ ચતુર્થી ને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌવ થી પવિત્ર હિન્દૂ તહેવારો માથી એક છે જે ભગવાન ગણેશના પ્રસંગે ઉજવવામાં આવેછે ભગવાન શિવ અને દેવી પાર્વતીના હાથીના માથાવાળા પુત્રને શાણપણ અને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ તરીકે જોવામાં આવેછે આવી જાણકારી આપવામા આવી હતી અને સ્થાપના કરવા માટે પાંચ છોકરાઓને પૂજા માટે બેસાડવામાં આવ્યા હતા ત્યાર બાદ આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો આમ નસવાડી સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here