કાલોલ તાલુકાના કણેટીયા ગ્રામ પંચાયતના તલાટી મલાવ ચોકડી પાસે ૩૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આ કામના ફરીયાદીએ બે નવીન મકાનોનું બાંધકામ કરેલ, જે મકાનોના બાંધકામ પુર્ણ થતાં મકાનોની આકારણી કરી રજીસ્ટરે નોંધ કરાવવા ગ્રામ પંચાયતના તલાટી વી.જી.સોલંકીનાઓને તા.૦૬/૦૯/૨૦૨૩ના રોજ પંચાયત ઓફીસે મળતા તેમણે બન્ને મકાનોનો વેરો ભરવા પડશે તેમ જણાવતાં ફરીયાદીએ રૂ.૧૦૦૦/- આપેલા, પરંતુ આરોપીએ બન્ને મકાનોની આકારણીના રૂ.૭૦૦૦/-આપવા પડશે તેવુ જણાવેલ, તે પછી તા.૧૩/૦૯/૨૦૨૩ના રોજ આરોપીએ ફરીયાદીને ફોન કરી બોલાવી રૂબરૂ મળી લાંચના નાણાંની માંગણી કરતાં ફરીયાદીએ રૂ.૩૫૦૦/- આપેલ અને બાકીના રૂ.૩૫૦૦/- તા.૧૯/૦૯/૨૦૨૩ના રોજ આપવાનો વાયદો કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ બી.એમ.પટેલ, મ.નિ.શ્રી, એ.સી.બી.પંચમહાલ એકમ, ગોધરા. ના માર્ગદર્શન હેઠળ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી મલાવ ચોકડી ઉપર ચા-નાસ્તાની દુકાને, કાલોલ; જિ.પંચમહાલ. ખાતે રૂ.૩૫૦૦/- લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર ઝડપાઇ જતા ઉપરોકત આરોપી વિઠ્ઠલભાઈ ઘનશ્યામભાઈ સોલંકી, તલાટી કમ મંત્રી, વર્ગ-૩ રે.૨૮ કુબેરનગર, રણછોડનગરની બાજુમાં, ગોધરા રોડ મુ.હાલોલ, તા.હાલોલ, જિ.પંચમહાલ. ને ટ્રેપિંગ ઓફીસર વી.ડી.ધોરડા દ્વારા ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here