રાજકોટ મહાનગર પાલિકાની તમામ શાખાઓના અસરકારક આંતરિક સંકલન માટે મીટિંગ યોજતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ, જયેશભાઇ માન્ડવીય :-

રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓના અસરકારક આંતરિક સંકલન થકી એડમિનિસ્ટ્રેશનને સરળ બનાવવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૩-૦૭-૨૦૨૧નાં રોજ શાખાધિકારીશ ઓની એક ખાસ બેઠક યોજી હતી. વિવિધ શાખાઓ વચ્ચે યોગ્ય તાલમેળ અને સંકલન થકી ઝડપી અને સરળ પ્રક્રિયા હાથ ધરી શકાય તે માટે કમિશનરશ્રીએ જે તે શાખાના સંબંધિત પ્રશ્નો અંગે માહિતી મેળવવા અને તેના ઉકેલ લાવવા માટે હવે દર મંગળવારે આ સંકલન બેઠક યોજવાનું શરૂ કરેલ છે.
આજની બેઠકમાં મ્યુનિ. કમિશનર એ, બ્રિજના કામમાં યોગ્ય ગતિ જળવાઈ રહે તે માટે લાઈટ પોલ, વ્રુક્ષો અને અન્ય યુટિલિટીઝનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ સમાંતર થાય તે માટે અધિકારી ઓને સૂચના આપી હતી. જે વ્રુક્ષો હટાવવામાં આવે છે તેનું સત્વરે રીપ્લેસમેન્ટ પણ કરવામાં આવે તે મુજબ આવશ્યક કામગીરી કરવા સંબંધિત અધિકારી ને સૂચના આપવામાં આવી હતી. વિશેષમાં, કમિશનર એ પ્રિ-પ્લાન પર ભાર મુકી, આગામી છ માસમાં જે પ્રોજેક્ટની કામગીરી કરવાની થતી હોય છે તેનું પ્લાનિંગ અત્યારથી જ તૈયાર રાખવા અધિકારી ઓને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here