ઘોઘંબા તાલુકા દામાવાવ ગામેથી વિદેશી દારૂ સાથે એક ઇસમને કિ.રૂ.૩૭,૩૪૪/- મુદ્દામાલ સાથે પકડી પાડતી ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઘોઘંબા, (પંચમહાલ) લુકમાન ખૂંધા :-

પંચમહાલ ગોધરા રેન્જ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, આર.વી.અસારી સાહેબ નાઓએ પોલીસ અધિક્ષક શ્રી, હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એન.એલ. દેસાઈ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરેલ.જે સુચના અન્વયે જયદીપસિંહ પ્રવિણસિંહ એ.એસ.આઈ.એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઘોઘંબા તાલુકા દામાવાવ ગામે ટેકરી ફળીયામાં રહેતા શૈલેષભાઈ જોખનાભાઈ બારીઆ નાઓ તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સંતાડી રાખી વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ઘોઘંબા તાલુકાના દામાવાવ ગામે ટેકરી ફળીયામાં રહેતા શૈલેષભાઈ જોખનાભાઈ બારીઆ નાઓના ઘરે રેઇડ કરતા તેના ઘરેથી કવાટરીયાઓ તથા બીયરના ટીન મળી કુલ નંગ- ૩૫૪ કિ.રૂ.૩૭,૩૪૪/- ના મુદ્દામાલ સાથે શૈલેષભાઈ જોખનાભાઈ બારીઆને ઝડપી પાડ્યો હતો અને શૈલેષભાઈ જોખનાભાઈ બારીઆ રહે. દામાવાવ ટેકરી ફળીયું તા.ઘોઘંબા જી.પંચમહાલ ઉપરોકત આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દામાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here