અહો આશ્રર્યમ્ !!!.. સિદ્ધપુર સબજેલના કેદીઓનો વીડિયો વાયરલ થતા ખળભળાટ..વીડિયો વાયરલ કરનારો ઝડપાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

સિદ્ધપુર હાઇવે ઉપર આંગડિયા પેઢીના ઈસમ સાથે બનેલ લૂંટના ચાર-પાંચ આરોપીઓનો તપાસ અર્થે કબજો મેળવી સિદ્ધપુર સબજેલમાં રખાયા છે.આ આરોપી ઓને મળવા તેમનો એક સંબધી જયદીપસિંહ બનુભા વાધેલા,રહે.વડા, તા.કાંકરેજવાળા આવ્યો હતો.જેલમાં આરોપીને મળવા જવા માટે મંજૂરી લેવાની હોય છે ત્યારબાદ જવાનું હોય છે.આ ઉપરાંત ત્યાં હાજર સંત્રીઓ દ્વારા મુલાકાતીની યોગ્ય તપાસ કરી કોઈ સંદિગ્ધ વસ્તુ તે જેલમાં લઈ જાય નહીં તેની તકેદારી રાખી તેને પ્રવેશ અપાતો હોય છે. તેમજ મુલાકાત સમય દરમિયાન પણ મુલાકાતી ઓ તેમજ કેદીઓ ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે. ત્યારે આ યુવાન પોતાનો મોબાઈલ કઈ રીતે સબજેલમાં લઈ ગયો તે એક પ્રશ્ન છે.? આમ,કિલ્લેબંધ તપાસ હોવા છતાંય સિદ્ધપુર સબજેલમાં આરોપીઓને મળવા ગયેલ આ ઇસમે બિન્દાસ રીતે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો તેમજ સબજેલમાં રહેલા એક કેદીએ મોબાઈલ ઉપર બિન્દાસ બનીને વાતચીત પણ કરી હોવાનું બહાર આવ્યું છે.! તદઉપરાંત આ મુલાકાતીએ બાદમાં આ વીડિયોને સ્ટેટ્સ પર મૂકી વાયરલ પણ કર્યો હતો. આમ,સબજેલનો વીડિયો વાયરલ થતા પોલીસ બેડા માં ખળભળાટ મચી જવા પામ્યો હતો.સબજેલમાં ચોરીછુપી મોબાઈલ લઈ જઈ વીડિયો ઉતારી તેમજ પોલીસ જાપતા માં રહેલા આરોપી જયવીરસિંહ શકુરસિંહ ચૌહાણ,રહે. મોટાકોઢાસણા,તા.
સતલાસણા,જિ.મહેસાણાવાળાએ મોબાઈલ ઉપર વાત કર્યાની બાબતનો વીડિયો હોવાનું સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈના ધ્યાને આવતા તેઓએ પ્રાથમિક તપાસ કરતા આ વીડિયો ગત ૬ઠ્ઠી જુલાઈના બપોરે 12 થી 3 કલાક સુધીનો હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે ત્યારબાદ આ વીડિયો બનાવનાર જયદીપ સિંહ વાઘેલાને પોલીસે અઘાર ગામેથી ઝડપી પાડ્યો હતો.આમ આ વીડિયો બનાવી વાયરલ કરનાર વાઘેલા જયદીપ સિંહ બનુભા તેમજ જ્યૂડીસરી કસ્ટડીમાં હોવા છતાંય ફોન ઉપર વાત કરી જાહેરનામા નો ભંગ કર્યા બદલ જયવીરસિંહ ચૌહાણ એમ બન્ને સામે ઈપીકો- ૧૮૮ ધોરણસરની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે.આ સમયે સબજેલમાં ફરજ બજાવતા પોલીસ (સંત્રીઓ)સામે પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળવા પામી છે.જો કે કેટલા અને કયા-ક્યા કર્મીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો માંગતા તપાસકર્તા પોસઈ એ આ વિગત કોન્ફિડેન્શલ હોઈ આપી શકાય નહીં તેવું જણાવ્યું હતું.આ કેસની વધુ તપાસ પોસઈ દિલીપકુમાર વી.ખરાડી ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here