ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની વ્યવાયકારોના માર્ગદર્શન સાથે ઉજવણી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમગ્ર ભારતના વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીરુપે દેશના લક્ષ્યના સ્વપ્નને સાકાર કરવા ભારતને ૨૦૨૩ માં દસ ટ્રિલિયન ઇકોનોમી સુધી લઈ જવા માટે સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારત અભિયાન ચલાવી રહ્યું છે તે અંતર્ગત ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે એનએસએસ યુનિટ તથા શાળા પરિવાર દ્વારા બોડેલી ગામના શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જે વર્તમાનકાળમાં ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરતા હોય જેમાં ૧.ઈમ્તિયાઝભાઈ ખત્રી ગેલેક્સી મોબાઇલ ૨. લુકમાન ભાઈ ખત્રી વિનસ પાઇપ ફેક્ટરી ૩. અરબાઝ ભાઈ મન્સૂરી ફ્રુટ સપ્લાયર્સ ૪. મયુદ્દીનભાઈ ખત્રી કિરણા સ્ટોર ૫. સોયબ ભાઈ ખત્રી ફૂટવેર વેપારી ૬. રેહાન ખત્રી આઇટી ક્ષેત્રમાં સહસ પૂર્ણ વિકાસ કરતા હોય ત્યારે શાળા પરિવાર તેમનું સન્માન કર્યું હતું આ સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી માર્ગદર્શન મળી રહે તે હેતુસર સાહસિક મહેમાન વ્યવસાયકારોએ માહિતી અર્પણ કરી હતી તેમના મુખ્ય હેતુ કંઈક સિદ્ધ કરવાની તાલાવેલી, સફળતા અને નિષ્ફળતા નસીબને બાદ કરતાં પોતે જ જવાબદાર તથા ગણતરીપૂર્વકનું જોખમ એ વ્યવસાય માં મહત્વનો ભાગ ભજવે છે. જે ઔદ્યોગિક સાહસિકતા માટે જવાબદાર છે આ ત્રણ મુદ્દાઓને લઈ વિદ્યાર્થીઓને તેમને વિસ્તૃત માહિતી અર્પણ કરી હતી જેનું સમગ્ર સંચાલન એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઑફિસર એમ.એસ. માસ્ટરે કર્યું હતું આખરે કાર્યક્રમનું સમાપન ઇન્ચાર્જ આચાર્ય શ્રી પી કે કડિયા સાહેબ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here