રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચિવ અને રાજપીપળાના ધારાસભ્ય હર્ષદ વસાવાની ભાજપામાં ઘર વાપસી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અમદાવાદ કમલમ ખાતે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં 1500 થી 2000 જેટલા કાર્યકરોના લાવલશ્કર ખાતે ભાજપા માં જોડાતા ભાજપા ની શક્તિ માં વધારો

પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ મહિલા અને બાળ આયોગના પૂર્વ ડિરેક્ટર ભારતીબેન તડવી ગરુડેશ્વર એપીએમસીના ચેરમેન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો પણ ભાજપા મા જોડાશે

ગુજરાત સરકારના સંસદીય સચિવ રહી ચૂકેલા તેમજ કેન્દ્ર સરકારના આદિજાતિ આયોગના ડિરેક્ટર પદે પણ સેવા બજાવી ચૂકેલા રાજપીપળા ના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા એ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતા તેઓને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. તેમની સાથે અનેક આગેવાનો હોદ્દેદારો ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર હોય ને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ અને ગોડફાધર માનતા હર્ષદભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે પોતાના હજારો કાર્યકરો સાથે આજરોજ અમદાવાદ કમલમ ખાતે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ ની ઉપસ્થિતિમાં ભાજપા માં પુનઃ જોડાવા માટે પોતાના ટેકેદારો અને કાર્યકરો સાથે રાજપીપળા થી અમદાવાદ તરફ કુચ કરી હતી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં ભાજપા નો ખેસ ધારણ કર્યો હતો.

રાજપીપળા વિધાનસભા બેઠક પર બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા હર્ષદભાઈ વસાવા આજરોજ અમદાવાદ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં પોતાના 1500 થી 2000 જેટલા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પુન જોડાયા હતાં , અને પોતાની ભારતિય જનતા પાર્ટી મા ઘર વાપસી કરી હતી ,તેમની સાથે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, ગુજરાત સરકારના મહિલા અને બાળ આયોગના પૂર્વ ડિરેક્ટર ભારતીબેન તડવી, ગરુડેશ્વર એપીએમસી ના ચેરમેન જયંતીભાઈ સાકવા, જિલ્લા પંચાયતના સદસ્ય કિરણ વસાવા, હિતેશ વસાવા, સહીત ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ પર રહી ચૂકેલા અને ભારતીય જનતા પાર્ટીના સન્નીષ્ટ કાર્યકરો એવા લગભગ 1500 થી 2000 જેટલા કાર્યકરો આજરોજ સવારે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા અને ત્યાંથી પોતાના રસાલા સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પોતાને તેમજ પોતાની સાથેના નર્મદા જિલ્લાના ભાજપા ના કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં પુન: પ્રવેશ આપવા માટે દિલ્હીથી ખાસ આજરોજ અમદાવાદ કમલમ ખાતે આવ્યા હતા અને કમલમ ખાતે પ્રદેશ ભાજપા ના અન્ય આગેવાનો ની ઉપસ્થિતી માં હર્સદ વસાવા સહિત તેમની સાથે ના તમામ ટેકેદારો ને ભાજપા મા ઘરવાપસી કરાવી હતી અને આગામી લોકસભાની ચૂંટણીઓમાં તમામ કાર્યકરો ને પક્ષ ના ઉમેદવાર ને વિજેતા બનાવવા કામે લાગી જવા ની હાકલ કરી હતી.

હર્ષદ વસાવા સહીત તેમના કાર્યકરો અને ટેકેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે પ્રસંગે ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા રાજપીપળા ના પૂર્વ ધારાસભ્ય અને વન મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક કક્ષાએ પાર્ટી મા સમસ્યા જેથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી — માજી સંસદિય સચિવ હર્ષદ વસાવા

રાજપીપળા ના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા એ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પોતે ભારતિય જનતા પાર્ટી ની વિચારધારા ને વરેલા છે, સ્થાનિક કારણોસર સ્થાનિક નેતૃત્વ સાથે ના પ્રશ્નો હોય ભારતિય જનતા પાર્ટી સાથે છુટા પડ્યા હતા, અને આજરોજ ભાજપા માં પુનઃ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે રાજપીપલા ગરૂડેશ્વર અને તિલકવાડાના 1500 થી 2000 જેટલા મુખ્ય કાર્યકર્તાઓ ભાજપામાં પુનઃ જોડાયા છે, વડાપ્રધાન મોદીને પોતાના આદર્શ અને ગોડફાધર માનતા હોય માજી ધારાસભ્ય હર્ષદ વસાવા એ જણાવ્યું હતું કે અમે જુદા ભલે પડ્યા હતા પરંતુ વડાપ્રધાન માટે તો કામ કરવાનું જ અમારું એક માત્ર પ્રણ હતો, અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લા સહિત આદિવાસી બેલ્ટ ની તમામ લોકસભાની બેઠકો ઉપર વિજેતા બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનાવિસુ નો આશાવાદ અને દાવો માજી ધારાસભ્ય હર્ષદ વસાવા એ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here