રાજપીપળા મુખ્ય માર્ગ ઉપર ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અનેક વાહન ચાલકોને દંડ

રાજપીપળા, (રાજપીપળા) આશિક પઠાણ :-

નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, કાળા કાંચ, લાઇસન્સ વિના વાહન હાંકતા વાહન ચાલકો સામે દંડનીય કોરડો ફટકારતાં વાહન ચાલકો મા ફફડાટ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પોલીસ તંત્ર સાબદુ બન્યુ છે અને વાહન ચાલકો ની ઘનિષ્ટ તપાસ હાથ ધરી બેફામ વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રાજપીપળા નગર માં ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલિસે લાલ આંખ કરી હતી રાજપીપળાના રાજરોક્ષી ટોકીજ આંબેડકર ચોક પાસે રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમો વિરુદ્ધ વાહન હંકારતા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને મેમો ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

રાજપીપળા ટાઉન પી આઇ આર. જી ચૌધરી, ડી વાય એસપી કૃણાલસિંહ પરમાર ( પ્રોબેશનલ ) સહિત રાજપીપળા પોલીસ મથક ના જવાનો ની ઉપસ્થિતિમાં વાહનો ના કાંચ્ પર કાળી ફિલ્મ લગાવેલ ફોર્વ્હિલ, નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, લાઇસન્સ વિના ગાડી હંકારતા ચાલકો સહિત આર ટી ઓ ના નિયમો નું ભંગ કરતા વાહન માટે તેના ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત કેટલાક વાહનો ડીટેન પણ કરાયા હતા જેથી બેફામ હંકારતા અને ટ્રાફિક નિયમો નો ભંગ કરતા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here