રાજપીપળામાં આવતીકાલે મોબાઈલ એપ્લિકેશનથી આયુષ્યમાન કાર્ડ બનાવવા આરોગ્ય વિભાગનુ અભિયાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તબીબી સારવાર માટે રૂપિયા 10 લાખ સુધીની મફત સારવારની સરકારશ્રીની આયુષ્યમાન કાર્ડ ની અમલી બનાવવામાં આવેલી યોજના અનેક પરિવારો માટે માંદગીના સમયે આશીર્વાદરૂપ નીવડી રહી છે, ત્યારે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે તારીખ 29 મીના રોજ રાજપીપળા ખાતે મોબાઈલ એપ્લિકેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો ભગીરથ કાર્ય કરવામાં આવશે.

નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનક કુમાર માઢક ના માર્ગદર્શન હેઠળ તારીખ 29 મી ઓક્ટોબર રવિવારના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નર્મદા ના અધિકારીઓ કર્મચારીઓ તથા બિરસા મુંડા કોલેજ ઓફ નર્સિંગ જીત નગર, ગવર્મેન્ટ સ્કૂલ ઓફ નર્સિંગ અને ત્રિશિકા નર્સિંગ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓના સહયોગથી રાજપીપળા ના તમામ વિસ્તારોમાં મોબાઈલ એપ્લિકેશન થી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે એક સેવા યજ્ઞ તરીકેની મહા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ મહાજુંબેશમાં ભાગ લઈ રાજપીપળા ની તમામ જનતા એ સહયોગ આપવા અને આ સેવા યજ્ઞમાં જોડાઇ અને પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here